Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીશ પટેલ અપમૃત્યુ કેસમાં પતિને બચાવવા સગર્ભા રસ્તા પર ઉતરી:ફરિયાદી પક્ષ બાદ હવે આરોપી પક્ષની ન્યાય માટે વિશાળ રેલી, પત્નીએ કહ્યું- 'મારા પતિ નિર્દોષ છે, આ મોટું ષડયંત્ર છે'

    2 days ago

    સુરત જિલ્લાના ઓલપાડના સરોલી ગામના અમીશ પટેલના શંકાસ્પદ મોત કેસમાં રોજબરોજ નવા વળાંક આવી રહ્યા છે. અગાઉ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી 7 લોકોની ધરપકડ કરાઈ હતી. જે બાદ ફરિયાદી પક્ષ અને કોળી પટેલ સમાજના આગેવાનોએ આ ઘટનાને હત્યા ગણાવી હત્યાની કલમ દાખલ કરવા સુરત રેન્જ IG ને રજૂઆત કરી હતી. જોકે, આ રેલીના ત્રણ દિવસ બાદ હવે આરોપી પક્ષના પરિવારજનો અને અન્ય કોળી સમાજના આગેવાનોએ વળતો પ્રહાર કરી સુરત રેન્જ IG કચેરી સુધી એક વિશાળ રેલી કાઢી છે. હાથમાં 'ન્યાય જોઈએ પૂર્વગ્રહ નહીં' અને 'ખોટી ફરિયાદ અને ખોટી ધરપકડ બંધ કરો' ના બેનરો સાથે મોટી સંખ્યામાં લોકોએ ન્યાયની માંગ કરી છે. 'મારા પતિ નિર્દોષ છે, આ એક મોટું ષડયંત્ર છે': સગર્ભા પત્ની કિંજલ આ વિશાળ રેલીમાં પકડાયેલા સાત આરોપીઓ પૈકીના એક દિવ્યેશ પટેલની સગર્ભા પત્ની કિંજલબેન પણ પોતાના પતિ માટે ન્યાયની ગુહાર લગાવવા પહોંચ્યા હતા. કિંજલબેને પોલીસ તપાસ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, "મારા પતિને પોલીસે માત્ર પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને ત્યારબાદ કશું જ કહ્યા વગર ખોટી રીતે પાયાવિહોણા આક્ષેપો લગાવી ધરપકડ કરી લીધી. હું ગર્ભવતી હોવા છતાં છેલ્લા 8-10 દિવસથી પતિ જેલમાંથી બહાર આવે તે માટે ભટકી રહી છું. આ બધું એક ષડયંત્ર છે અને સાતેય યુવાનો નિર્દોષ છે. પોલીસે ન્યાય માટે ફરીથી નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ." ફાર્મ હાઉસના ગાયબ કેમેરા અને પુરાવા અંગે ઉઠ્યા ગંભીર સવાલો કિંજલબેને પુરાવાઓ અંગે સીધા સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, "આ કેસના જે પુરાવા છે તે માત્ર ડિયણથી અણિયાળા સુધીના જ છે, તેની આગળ પીંજોડ સુધી કોઈ જ વસ્તુ નથી. આટલું મોટું ફાર્મ હાઉસ હોય તો ત્યાં સીસીટીવી કેમેરા કેમ નહીં હોય? તે બધું રાતોરાત ગાયબ થઈ ગયું છે." તેમણે ઉચ્ચ અધિકારીઓને માંગ કરી છે કે પોલીસ આ દિશામાં યોગ્ય તપાસ કરે અને જે સાચું છે તે જ હકીકત બહાર લાવે. માત્ર એક તરફી કાર્યવાહી કરીને કોઈને ખોટી રીતે ફસાવવા ન જોઈએ. 'અકસ્માતને મર્ડરનું રૂપ આપી નેતાઓ રાજકીય રોટલા શેકે છે': અશ્વિનભાઈ આ કેસમાં ડિયણ ગામના સ્થાનિક યુવાન અશ્વિનકુમાર પટેલે પણ આગેવાની લેતા સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "અમને પણ સરોલીના યુવાનના મોતનું દુઃખ છે, પરંતુ ગત 12/09/2026 ના રોજ બનેલી આ ઘટના અકસ્માત છે. કેટલાક લેભાગુ અને અસામાજિક તત્વો માત્ર નેતાગીરી કરવા માટે એક્સિડેન્ટલ ડેથને મર્ડરનું રૂપ આપી રહ્યા છે. સત્ય હકીકત એ છે કે, મૃતક યુવાન રાત્રે 8 થી 10:30 વાગ્યા સુધી મહાશક્તિ ફાર્મ હાઉસ પર પાર્ટીમાં હતો. ત્યાંથી ડ્રિંક્સ કરીને નીકળ્યા બાદ ડિયણ ગામમાં તેમનું ડ્રાઇવિંગ અત્યંત રફ હતું અને રસ્તામાં ઉભેલી બાઈકો તથા કારને ટક્કર મારીને તે આગળ જઈ રહ્યા હતા." સિક્કાની બંને બાજુ જોવા કોળી સેના અને સમાજને અપીલ અશ્વિનભાઈએ વધુમાં કોળી સેના અને પટેલ પ્રગતિ સમાજના હોદ્દેદારોને અપીલ કરતા રોષભેર કહ્યું હતું કે, "જે યુવાન મૃત્યુ પામ્યો છે તેના માટે તમે સિંગલ સાઈડ (એક તરફી) આગળ આવ્યા છો, પરંતુ જે 7 આરોપીઓ જેલમાં છે તેઓ પણ આપણા કોળી સમાજના જ યુવાનો છે. તેથી કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા સિક્કાની એક નહીં પરંતુ બંને બાજુ જોવી જોઈએ. સત્ય હકીકત પહેલા તપાસો અને પછી જ કોઈનું સમર્થન કરવામાં આગળ આવો." હાલ IG ઓફિસે અપાયેલા આવેદન પત્ર બાદ પોલીસ તંત્ર આ કેસમાં કઈ દિશામાં તપાસ આગળ વધારે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    ગંદકી ફેલાવવા બદલ ખંડેરાવ માર્કેટની બે દુકાન સીલ:સ્વચ્છતા જાળવવા કડક સૂચના બાદ પણ નિયમોની અવગણનાથી મનપાની કાર્યવાહી, વોર્ડ-13માં સફાઈની ઝૂંબેશ
    Next Article
    How To Keep Your Rice Insect-Free: Tips That Actually Work To Prevent It From Spoiling Fast

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment