Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોદકામ બાદ રસ્તો બિસ્માર બન્યો હતો:ઝુંડાળામાં ડેમેજ થયેલા મુખ્ય માર્ગ પર ડામર રીસર્ફેસીંગની કામગીરી કરાઈ

    17 hours ago

    પોરબંદર શહેરમાં વિવિધ વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજની કામગીરીના ખોદકામ બાદ અનેક માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે ઝુંડાળા વિસ્તારમાં પણ આ કામગીરીથી ડેમેજ થયેલ મુખ્ય માર્ગ પર ડામર રીસર્ફેસીંગની કામગીરી કરાઈ હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના ઝુંડાળા વિસ્તારમાં વાહનચાલકો અને સ્થાનિકોની સુવિધા માટે માર્ગ રીસર્ફેસીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ અંતર્ગત થયેલા ખોદકામને કારણે માર્ગને ભારે નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિક નગરસેવકોની રજૂઆત બાદ તંત્ર દ્વારા તાકીદે ફાયર બ્રિગેડ નજીકના મુખ્ય માર્ગ પર ડામર પાથરી રીસર્ફેસીંગ કરાતાં નાગરિકોને અવરજવરમાં મોટી રાહત મળી છે. શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો દરમિયાન અસરગ્રસ્ત બનતા રસ્તાઓને સુધારવા ખાસ અગ્રતા અપાઈ રહી છે. નગરજનોને સ્વચ્છતા, પીવાનું પાણી, નિયમિત સ્ટ્રીટલાઈટ અને ઉત્તમ માર્ગ વ્યવસ્થા જેવી મૂળભૂત પાયાની સવલતો અવિરત મળતી રહે તે માટે તમામ સંબંધિત વિભાગો સતત કાર્યરત છે.
    Click here to Read More
    Previous Article
    ગાળો અને મારપીટ કરનાર યુવતીની ધરપકડ:બાન્દરામાં નશામાં યુવતીએ મહિલા પોલીસને બટકુ ભર્યું
    Next Article
    નરેડીમાં ઘરે ચાલતા જુગારધામ પર દરોડો:એસટી કર્મચારી સહિત 10 શખસો ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment