Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલમાં શિકારીઓએ નીલગાયને નિશાન બનાવી:પહેલાં ગોળી મારી, પછી ગળું કાપી રહેંસી નાખી, માલધારીઓને જોઈ હથિયાર સાથે ફરાર

    10 hours ago

    કલોલ નજીક આવેલા અઢાણા ગામની સીમમાં વન્યજીવો પ્રત્યેની ક્રૂરતાની સીમાઓ વટાવતી એક ચકચારી ઘટના સામે આવી છે. ગામની સીમ વિસ્તારમાં શિકારીઓએ એક નીલગાયને નિશાન બનાવી બંદૂકમાંથી ગોળી મારીને બાદમાં અત્યંત બેરહમીથી તેનું ગળું કાપીને નિર્મમ હત્યા કરી દીધી હતી. ત્યારે વન્યજીવ સંરક્ષણ સામે સવાલો ઊભા કરતી આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો, માલધારીઓ અને વન્યજીવ પ્રેમીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. માલધારીઓ દોડી ગયા તો બે શિકારીઓ નીલગાયનું ગળું કાપી રહ્યા હતા કલોલના અઢાણા ગામની સીમમાં કેટલાક માલધારી સમાજના લોકો પોતાના પશુઓ ચરાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક નજીકના ખેતર તરફથી ધડાકાભેર બંદૂકની ગોળી છૂટવાનો અવાજ સંભળાયો હતો. આ અવાજ સાંભળીને માલધારીઓ તુરંત જ તે દિશામાં દોડી ગયા હતા. ઘટનાસ્થળે પહોંચતા જ ત્યાંનું દ્રશ્ય જોઈને તેઓ હેબતાઈ ગયા હતા. એ વખતે બે અજાણ્યા ઈસમો જમીન પર ઢળી પડેલી નીલગાયનું ગળું કાપી રહ્યા હતા. લાકડાના હાથાવાળી બંદૂક સાથે ઘટનાસ્થળેથી ફરાર જોકે માલધારીઓને પોતાની તરફ આવતા જોઈને બંને શિકારીઓ ગભરાઈને હાથમાં લાકડાના હાથાવાળી બંદૂક સાથે ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, શિકારીઓએ પહેલાં બંદૂકમાંથી ગોળી મારી નીલગાયને પાડી દીધી હતી અને ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતારવા માટે ગળું કાપી નાખ્યું હતું. પંચનામું કરી પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધ્યા આ સનસનાટીભરી ઘટના અંગે માલધારીઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસ તથા વન વિભાગને જાણ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. આ સાથે જ કલોલ વન વિભાગની ટીમમાંથી રેન્જ ફોરેસ્ટ અધિકારી જશવંતસિંહ ઠાકોર, ગીરીશભાઈ ચૌધરી અને સ્ટાફ તેમજ 'સદભાવના ફાઉન્ડેશન'ના પ્રમુખ રણજીતસિંહ ઠાકોર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વન વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરીને પ્રત્યક્ષદર્શી માલધારીઓના વિગતવાર નિવેદનો નોંધ્યા હતા અને ઘટનાસ્થળનું પંચનામું કર્યું હતું. પોસ્ટમોર્ટમ કરાવી ફરાર શિકારીઓની શોધખોળ આદરી ત્યારબાદ મૃત નીલગાયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ દવાખાને મોકલી આપવામાં આવ્યો હતો. આ મામલે વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બંદૂક સાથે ફરાર થઈ ગયેલા બંને અજાણ્યા શિકારીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    છઠિયારડામાં જળ ઝીલણી એકાદશીએ લાલજી મહારાજની શોભાયાત્રા:વર્ષો જૂની પરંપરા મુજબ ગામમાં વાજતે-ગાજતે નીકળી, નાના બાળકોથી વૃદ્ધો સુધી ભક્તો જોડાયા
    Next Article
    ઈરાની રાષ્ટ્રપતિના હાથમાં માર્યા ગયેલા બાળકોની તસવીર:કહ્યું- અમેરિકા અને ઇઝરાયલે નિર્દોષોનો જીવ લીધો, અમે આતંકના શિકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment