Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરોડા કોલેજમાં સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓને ઓનલાઈન ફ્રોડ અને છેતરપિંડીથી બચવા માર્ગદર્શન અપાયું

    12 hours ago

    નરોડા, અમદાવાદની શ્રીમતી એ.પી. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં “સાયબર સિક્યોરિટી અવેરનેસ પ્રોગ્રામ” હેઠળ “સાયબર સિક્યોરિટી ક્લબ” દ્વારા સાયબર સુરક્ષા પર એક ખાસ વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. આનો હેતુ વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમમાં ધ ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેંક લિ.ના અધિકારી ચેતનભાઈ મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આજના ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે જરૂરી સાવચેતીઓ વિશે વિગતવાર માહિતી આપી. તેમણે વિદ્યાર્થીઓને OTP, PIN, પાસવર્ડ, CVV અને બેંકિંગ સંબંધિત ગુપ્ત માહિતી કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવા જણાવ્યું. સાથે જ, અજાણી લિંક પર ક્લિક ન કરવા, શંકાસ્પદ ફોન કોલ કે મેસેજથી સાવચેત રહેવા અને ઓનલાઈન વ્યવહારો કરતી વખતે જરૂરી કાળજી રાખવા વિશે પણ સમજાવ્યું. વક્તાએ સાયબર ગુનાઓના અલગ અલગ પ્રકારો, ઓનલાઈન છેતરપિંડીની રીતો અને આવી કોઈ ઘટના બને ત્યારે તરત કયા પગલાં લેવા જોઈએ તે વિશે પણ ઉપયોગી માહિતી આપી. વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો અને સાયબર સુરક્ષાને લગતા ઘણા પ્રશ્નો પૂછ્યા. આ કાર્યક્રમમાં કોલેજના 250થી વધુ વિદ્યાર્થીઓ અને બધા અધ્યાપક મિત્રો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો અને તેમને જવાબદાર તથા જાગૃત ડિજિટલ નાગરિક બનાવવાનો હતો. આખા કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર કવિતા સોનીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે હાજર રહેલા સૌનો આભાર માનવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પોલીસનું લોક 12 સેકન્ડમાં તોડવું કારચાલકને ભારે પડ્યું:રાજકોટમાં વીડિયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસે શોધી કાઢી ₹2450નો દંડ ફટકાર્યો
    Next Article
    છઠિયારડામાં જળ ઝીલણી એકાદશીએ લાલજી મહારાજની શોભાયાત્રા:વર્ષો જૂની પરંપરા મુજબ ગામમાં વાજતે-ગાજતે નીકળી, નાના બાળકોથી વૃદ્ધો સુધી ભક્તો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment