Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસનું લોક 12 સેકન્ડમાં તોડવું કારચાલકને ભારે પડ્યું:રાજકોટમાં વીડિયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસે શોધી કાઢી ₹2450નો દંડ ફટકાર્યો

    13 hours ago

    રાજકોટમાં વધુ એક વખત નો પાર્કિંગમાં રહેલ કારના લોકને તોડવું કારચાલકને ભારે પડ્યું છે. યાજ્ઞિક રોડ પર આજે એક કારના લોકને તોડવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરી કાર ચાલકને શોધી તેમની પાસેથી નો પાર્કિંગ અંગે દંડ વસુલવામાં આવ્યો હતો આ ઉપરાંત લોકને તોડી દેવા બદલ નુકશાની અંગે વધુ ચાર્જ મળી કુલ રૂ.2450 વસૂલવામાં આવ્યા હતા. માત્ર 12 સેકન્ડમાં ખેંચીને લોક તોડી ફૂટપાથ પર ફેંક્યું રાજકોટના યાજ્ઞિક રોડ પર ધનરજની કોમ્પ્લેક્ષ પાસે નો પાર્કિંગમાં એક સફેદ કલરની સ્વીફ્ટ કાર નંબર જીજે.32.એજી.1950 પડી હતી જેને ટ્રાફિક પોલીસ દ્વારા લોક કરી દેવામાં આવી હતી. કારના માલિક પરત ફરતા કાર લોક હોવાથી માત્ર 12 સેકન્ડમાં કારના લોકને એક તરફથી ખેંચી તોડી નાખ્યો હતો અને બાદમાં લોકને ફૂટપાથ પર મૂકી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થવા પામતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે નો-પાર્કિંગ અને સરકારી મિલકત નુકસાનનો દંડ વસૂલ્યો ટ્રાફિક પોલીસની તપાસમાં વાયરલ વિડીયો અંગે તપાસ કરવામાં આવતા કારચાલક રાજુભાઈ ગોવિંદભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું હતું. જેમની પાસેથી પોલીસે નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવા બદલ રૂપિયા 1000 અને લોકને નુકશાન પહોંચાડવા બદલ વધુ રૂપિયા 1450 મળી કુલ રૂ.2450 દંડ વસુલ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ સ્ટેશન પર મુસાફરનો ચોરાયેલો બેગ-મોબાઈલ RPFએ શોધી કાઢ્યો:CCTV ફૂટેજની મદદથી આરોપી ભૂપતભાઈ ચૌહાણ પકડાયો, GRPને સોંપાયો
    Next Article
    નરોડા કોલેજમાં સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓને ઓનલાઈન ફ્રોડ અને છેતરપિંડીથી બચવા માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment