Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગીયોલમાં 'સેવા હી સંકલ્પ' અભિયાન:આંગણવાડી, પ્રાઇમરી સ્કૂલના બાળકોને ફળ વિતરણ, વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે ધારાસભ્યનો સંવાદ

    10 घंटे पहले

    હિંમતનગર તાલુકાના આગીયોલ ગામમાં 'સેવા હી સંકલ્પ' અભિયાન ચલાવવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હાથે આંગણવાડી અને પ્રાઇમરી સ્કૂલના બાળકોને ફળ વહેંચવામાં આવ્યા. આ પ્રસંગે ધારાસભ્યએ બાળકો સાથે સમય વિતાવ્યો. તેમણે બાળકોના સારા સ્વાસ્થ્ય અને પોષણ માટે શુભેચ્છાઓ આપી. આ સેવાભાવી કાર્યક્રમ દરમિયાન આંગણવાડીની બહેનોને શાલ ઓઢાડીને સન્માનિત પણ કરવામાં આવી હતી. હિંમતનગર તાલુકા મંડળ દ્વારા 'સેવા મેરા યોગદાન સેવા હી સંકલ્પ' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દિવ્ય જીવન ચેરીટેબલ ટ્રસ્ટ આગીયોલ વૃદ્ધાશ્રમ ખાતે યોજાયો હતો. અહીં પણ ધારાસભ્ય વી.ડી. ઝાલાના હાથે વૃદ્ધજનોને ફળનું વિતરણ કરવામાં આવ્યું. તેમણે વૃદ્ધો સાથે વાતચીત કરી અને તેમના આશીર્વાદ લીધા. આ દ્વારા સેવાભાવ અને માનવતાનો સંદેશ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં હિંમતનગર તાલુકા સંગઠનના હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયતના નરેશભાઈ પરમાર, સાબરકાંઠા જિલ્લા સંગઠનના દિલીપસિંહ મકવાણા હાજર રહ્યા હતા. તેમજ તાલુકા સંગઠનના રાકેશભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના તાલુકા જયેશભાઈ બારોટ, આગીયોલના સુજાનભાઈ ગોસ્વામી, મંદીપભાઈ પ્રજાપતિ અને હિતુલભાઈ નાયી પણ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા મહિલા મોરચાના મહામંત્રી નીલમબેન અને અરુણાબેન, જિલ્લા તથા તાલુકાના ડેલિગેટ્સ અને ભજન મંડળની બહેનો પણ આ પ્રસંગે હાજર હતી.
    Click here to Read More
    Previous Article
    નવલપુર પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો:ધનસુરા તાલુકાના ક્લસ્ટર ગામોને સેવાસેતુ-2.1 હેઠળ સરકારી સેવાઓનો સીધો લાભ મળ્યો
    Next Article
    25 સપ્ટેમ્બરે સુરતની તમામ BRTS-સિટી બસ સેવા બંધ રહેશે:58 રૂટ પર બસ સેવા એક દિવસ માટે સ્થગિત, ગણેશ વિસર્જનને લઈ 2.5 લાખ મુસાફરોને અસર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment