Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    25 સપ્ટેમ્બરે સુરતની તમામ BRTS-સિટી બસ સેવા બંધ રહેશે:58 રૂટ પર બસ સેવા એક દિવસ માટે સ્થગિત, ગણેશ વિસર્જનને લઈ 2.5 લાખ મુસાફરોને અસર

    10 hours ago

    સુરત શહેરમાં આગામી 25 સપ્ટેમ્બર 2026ના રોજ ગણેશજીની પ્રતિમાઓના વિસર્જનને પગલે મહાનગરપાલિકા સંચાલિત સિટીલિંક સેવા સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને વિસર્જન યાત્રામાં કોઈ અડચણ ન આવે તે હેતુથી સુરતની તમામ 13 BRTS અને 45 સિટી બસ રૂટ પર બસ ઓપરેશન સ્થગિત રહેશે. રોજિંદા 2.5 લાખથી વધુ મુસાફરો આ જાહેર પરિવહન સેવાનો લાભ લે છે, જેથી મુસાફરોને અણધારી હાલાકી ન ભોગવવી પડે તે માટે તંત્ર દ્વારા નાગરિકોને અગાઉથી નોંધ લેવા અપીલ કરાઈ છે. પોલીસ વિભાગના પત્ર બાદ લેવાયો નિર્ણય નાયબ પોલીસ કમિશનરના ટ્રાફિક શાખાના પત્ર મુજબ, સુરતમાં વિસર્જન દરમિયાન અઠવાગેટ, SVNIT, અડાજણ, પાલ, ડભોલી, જહાંગીરાબાદ, ઉધના-મગદલ્લા રોડ, હજીરા અને અન્ય મુખ્ય માર્ગો પરથી વિશાળ પ્રતિમાઓ કૃત્રિમ તળાવો અને કુદરતી ઓવારાઓ તરફ જશે. ભીડભાડવાળા વિસ્તારો, સર્કલો અને ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક અને ડાયવર્ઝન હોવાથી બસ ઓપરેશન ખોરવાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. સલામતીના કારણોસર અને કોઈ અણબનાવ ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે. શહેરમાં 825 બસના પૈડાં એક દિવસ થંભી જશે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ભારતના સૌથી લાંબા 108 કિમીના ડેડિકેટેડ BRTS કોરિડોરમાં 385 બસો અને 418 કિમીના 45 સિટી રૂટ પર 440 બસો મારફતે રાહત દરે પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. જો કે, 25 સપ્ટેમ્બરે સલામતી ખાતર આ તમામ 825 બસના પૈડા થંભી જશે. મુસાફરોને અગવડ ન પડે અને ગણેશ ભક્તો શાંતિપૂર્ણ રીતે વિસર્જન પૂર્ણ કરી શકે તે માટે સિટીલિંક દ્વારા બસ સેવા બંધ રાખવાનું આયોજન કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    આગીયોલમાં 'સેવા હી સંકલ્પ' અભિયાન:આંગણવાડી, પ્રાઇમરી સ્કૂલના બાળકોને ફળ વિતરણ, વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે ધારાસભ્યનો સંવાદ
    Next Article
    "They Turned PoK Into A Graveyard": Kashmiri Woman Who Slammed Pakistan At UN

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment