Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુઃખની ઘડીમાં રાની મુખર્જીની સાથે ઊભું રહ્યું બોલિવૂડ:શાહરુખ, આમિર, આલિયા સહિતના સ્ટાર્સ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા, જુહૂમાં અંતિમ સંસ્કાર કરાયા

    13 hours ago

    બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જીના માતા કૃષ્ણા મુખર્જીના નિધન બાદ મંગળવારે સાંજે મુંબઈના જુહુ સ્થિત પવન હંસ સ્મશાનઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દુઃખની ઘડીમાં રાની મુખર્જી અને તેમના પરિવારને સાંત્વના આપવા બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ પહોંચી હતી. શાહરુખ ખાન પત્ની ગૌરી ખાન સાથે અંતિમ દર્શન માટે પહોંચ્યો, જ્યારે આમિર ખાન, આલિયા ભટ્ટ અને કરણ જોહર સહિત અનેક સિતારાઓએ રાની મુખર્જી પ્રત્યે શોક સંવેદના વ્યક્ત કરી. પરિવારે નિવેદન જાહેર કરીને ગોપનીયતા જાળવવાની અપીલ કરી છે અને મૃત્યુનું કારણ જાહેર કર્યું નથી. અંતિમ સંસ્કારમાં પહોંચેલા સેલેબ્સની તસવીરો જુઓ... પવન હંસ સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર યોજાયો 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનાર કૃષ્ણા મુખર્જીના અંતિમ સંસ્કાર મંગળવારે સાંજે જુહુના પવન હંસ સ્મશાનઘાટ ખાતે કરવામાં આવ્યા. આ દરમિયાન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના અનેક મોટા ચહેરાઓ હાજર રહ્યા. શાહરુખ ખાન પત્ની ગૌરી ખાન અને મેનેજર પૂજા દદલાણી સાથે કડક સુરક્ષા વચ્ચે સ્મશાનઘાટ પહોંચ્યો. તેણે રાની મુખર્જી અને તેના ભાઈ રાજા મુખર્જી સાથે મુલાકાત કરી દુઃખ વ્યક્ત કર્યું અને અંતિમ વિદાય આપી. રાની મુખર્જીના ઘરે પહોંચ્યા આમિર અને આલિયા માતાના નિધનના સમાચાર સામે આવ્યા ત્યારથી જ રાની મુખર્જીના જુહુ સ્થિત નિવાસસ્થાને સાંત્વના આપવા માટે બોલિવૂડની અનેક હસ્તીઓ પહોંચી હતી. આમિર ખાન રાનીના ઘરે પહોંચીને તેને સાંત્વના આપી. બંનેએ 'ગુલામ', 'મન' અને 'તલાશ' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને વર્ષો જૂનો સંબંધ ધરાવે છે. આ ઉપરાંત એક્ટ્રેસ આલિયા ભટ્ટ, ફિલ્મમેકર કરણ જોહર, ફરહાન અખ્તર, ઝોયા અખ્તર, આશુતોષ ગોવારિકર અને અનિલ કપૂર પણ રાનીના ઘરે પહોંચીને તેમના દુઃખમાં સહભાગી થયા. મંગળવારે બપોરે થયું હતું નિધન રાની મુખર્જીના માતા કૃષ્ણા મુખર્જીનું મંગળવારે બપોરે 75 વર્ષની વયે નિધન થયું. યશરાજ ફિલ્મ્સ (YRF)એ સત્તાવાર નિવેદન જાહેર કરીને આ માહિતી આપી છે. કૃષ્ણા મુખર્જી બંગાળી સિનેમાનાં જાણીતા પ્લેબેક સિંગર રહી ચૂક્યાં છે. તેઓ ઘણીવાર દીકરી રાની સાથે જાહેર કાર્યક્રમોમાં જોવા મળતાં હતાં. માતાના નિધનથી મુખર્જી પરિવારમાં શોકનો માહોલ છે. પરિવારે આ મુશ્કેલ સમયમાં મીડિયા અને ચાહકોને ગોપનીયતા જાળવવા અપીલ કરી છે. યશરાજ ફિલ્મ્સે સત્તાવાર નિવેદન જાહેર કર્યું યશરાજ ફિલ્મ્સે નિવેદન જારી કરીને લખ્યું, 'ભારે હૃદય સાથે અમે આ માહિતી આપી રહ્યા છીએ કે રાની મુખર્જીના માતા શ્રીમતી કૃષ્ણા મુખર્જીનું આજે બપોરે નિધન થયું છે. તેઓ 75 વર્ષનાં હતાં. પરિવાર તમારા સૌના પ્રેમ, પ્રાર્થનાઓ અને સહકાર માટે ખૂબ આભારી છે. આ અત્યંત મુશ્કેલ સમયમાં પરિવાર આપ સૌને ગોપનીયતા જાળવવા વિનંતી કરે છે.' કૃષ્ણા મુખર્જીએ દરેક વળાંકે દીકરીનો સાથ આપ્યો કૃષ્ણા મુખર્જીનો ભારતીય સિનેમા, ખાસ કરીને બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે ગાઢ સંબંધ રહ્યો. તેઓ પોતે એક પ્રોફેશનલ પ્લેબેક સિંગર હતાં અને તેમણે ઘણી બંગાળી ફિલ્મોમાં ગીતો ગાયાં હતાં. સંગીત સાથે જોડાયેલા રહેવાને કારણે તેમણે પોતાની દીકરી રાની મુખર્જીને પણ કલા અને એક્ટિંગના ક્ષેત્રમાં આગળ વધવા માટે હંમેશાં પ્રેરિત કરી. રાની પોતાની માતાની ખૂબ નજીક હતી અને અનેક પ્રસંગોએ તે પોતાની સફળતાનો શ્રેય પોતાની માતાને આપી ચૂકી છે. બંને વચ્ચે મજબૂત બોન્ડિંગ જોવા મળતું હતું. પોતાની કારકિર્દીની શરૂઆતથી જ રાની જ્યારે પણ કોઈ એવોર્ડ સમારોહ, ફિલ્મ સ્ક્રીનિંગ અથવા જાહેર કાર્યક્રમમાં જતી હતી, ત્યારે કૃષ્ણા મુખર્જી તેની સાથે ચોક્કસ જોવા મળતાં હતાં. પતિ રામ મુખર્જીના નિધન બાદ પણ કૃષ્ણા પોતાની દીકરી રાની સાથે રહીને પરિવારની ભૂમિકા ભજવતાં હતાં. કૃષ્ણા મુખર્જી પ્લેબેક સિંગિંગમાં સક્રિય રહ્યાં હતાં કૃષ્ણા મુખર્જીએ 1980ના દાયકામાં અનેક ચર્ચિત ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. તેમનું સૌથી પ્રસિદ્ધ ગીત 1982માં આવેલી ફિલ્મ 'તીસરી આંખ'નું 'ઈદ કે દિન ગલે મિલ લે રાજા' હતું, જેને જાણીતી સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલે તૈયાર કર્યું હતું. સંગીતની પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા હોવાને કારણે શાસ્ત્રીય અને લોકસંગીત પર તેમની મજબૂત પકડ હતી. ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ ઉપરાંત તેઓ અનેક બંગાળી આલ્બમ અને સ્ટેજ શો દ્વારા પણ સંગીત જગતમાં સક્રિય રહ્યાં હતાં. સંગીત કારકિર્દી સાથે-સાથે કૃષ્ણા મુખર્જીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કામ અને બિઝનેસની પણ ખૂબ જ ઝીણવટભરી સમજ હતી. તેમણે જ રાની મુખર્જીને ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવવાની સલાહ આપી હતી, પરંતુ તેઓ કામની ગુણવત્તાને લઈને ખૂબ જ કડક હતાં. રાનીના પ્રથમ સ્ક્રીન ટેસ્ટ વખતે જ્યારે તેમને પોતાની દીકરીનો અભિનય પસંદ ન આવ્યો, ત્યારે તેમણે 'રાજા કી આયેગી બારાત'ના પ્રોડ્યુસર સલીમને ખૂલીને કહી દીધું હતું કે, તેઓ રાનીને ફિલ્મમાં ન લે, કારણ કે તેનાથી તેમને આર્થિક નુકસાન થઈ શકે છે. 'મર્દાની 3'માં જોવા મળી હતી રાની મુખર્જી વર્કફ્રન્ટની વાત કરીએ, તો રાની મુખર્જીએ પોતાની લાંબી કારકિર્દીમાં 'ગુલામ', 'કુછ કુછ હોતા હૈ', 'સાથિયા', 'હમ તુમ' અને 'બ્લેક' જેવી અનેક જાણીતી ફિલ્મો આપી છે. રાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'મર્દાની 3'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના શિવાની શિવાજી રોયના પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કુમાર કુશાગ્રની ઓસ્ટ્રેલિયા-A સામે સદી:રિટાયર્ડ હર્ટ બાદ કમબેક કરીને સદી પૂરી કરી, તનુષની ફિફ્ટી; પડિક્કલ 3 રને આઉટ
    Next Article
    ભાજપે તમામ રાજ્યોમાં નવા પ્રભારીઓની જાહેરાત કરી:સંગઠનમાં ફેરફારથી સ્મૃતિ ઈરાની, રામ માધવ અને હરીશ દ્વિવેદી સહિત 6 નેતાઓનું કદ વધ્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment