Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એમેઝોન પર મફતના પુસ્તકો વેચાણ થતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ:'સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલના બાળકોનો હક પાઠપુસ્તક મંડળ વેચી રહ્યું છે', સેમ્પલ ઓર્ડર આવ્યા બાદ ખબર પડશે:પાઠપુસ્તક મંડળ

    7 hours ago

    ગુજરાતમાં ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવતા પાઠ્યપુસ્તકો એમેઝોન પર વેચાતા હોવાના કોંગ્રેસના આક્ષેપ બાદ વિવાદ સર્જાયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે આ મામલે પાઠ્યપુસ્તક મંડળ અને સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ, પાઠ્યપુસ્તક મંડળના નિયામક વિનયગીરી ગોસાઈએ આ અહેવાલોને ભ્રામક અને ગેરમાર્ગે દોરનારા ગણાવી સ્પષ્ટતા કરી છે, કે મંડળના એમેઝોન સેલર એકાઉન્ટ પરથી વિનામૂલ્યના નહીં, પરંતુ કિંમતવાળાં પુસ્તકો જ વેચવામાં આવે છે. કોંગ્રેસનો આક્ષેપ: મફતનું પુસ્તક ₹160થી ₹250માં વેચાય છે હેમાંગ રાવલે જણાવ્યું કે, Amazon પર ધોરણ 9, 11 અને 12ના કોમ્પ્યુટર સાયન્સ, હિસ્ટ્રી, અકાઉન્ટ્સ, સાયકોલોજી, યોગ સહિતના પુસ્તકો ₹160થી ₹250 કે તેથી વધુ કિંમતે વેચાતા હોવાની વિગતો સામે આવી છે. કેટલાક પુસ્તકોના મુખપૃષ્ઠ પર જ ‘રાજ્ય સરકારની વિનામૂલ્યે યોજના હેઠળનું પુસ્તક’ લખેલું હોવાનો કોંગ્રેસનો દાવો છે. કોંગ્રેસે સવાલ કર્યો છે કે, જો આ ખરેખર સરકારની વિનામૂલ્યે યોજના હેઠળનાં પુસ્તકો હોય તો તેને એમેઝોન પર વેચવાની મંજૂરી કોણે આપી? પુસ્તકો એમેઝોન સુધી કેવી રીતે પહોંચ્યા, કોણે સપ્લાય કર્યા અને વેચાણની રકમ કોના ખાતામાં જાય છે તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. ₹5 માર્કેટ પ્લેસ ફી અંગે પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કોંગ્રેસે વધુમાં દાવો કર્યો કે, સરકાર દ્વારા એમેઝોન પરથી પુસ્તકો મંગાવવાની વ્યવસ્થા અંગે જાહેરાત કરતી વખતે વાલીઓ પાસેથી ડિલિવરી ચાર્જ નહીં લેવામાં આવે તેમ જણાવાયું હતું. જો કે, ઓર્ડર દરમિયાન દરેક પુસ્તક/ઓર્ડર પર ₹5 જેટલી ‘માર્કેટપ્લેસ ફી’ વસૂલાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હેમાંગ રાવલે સવાલ કર્યો કે, જો ડિલિવરી ચાર્જ નહીં લેવાની જાહેરાત કરવામાં આવી હતી તો આ વધારાનો ચાર્જ શા માટે લેવામાં આવે છે? તેમણે સરકાર પાસે સમગ્ર ઓનલાઈન વેચાણ વ્યવસ્થાની પારદર્શક તપાસની માંગ કરી છે. પાઠ્યપુસ્તક મંડળની સ્પષ્ટતા: 2023થી એમેઝોન સાથે કરાર આ આક્ષેપો વચ્ચે પાઠ્યપુસ્તક મંડળના નિયામક વિનયગીરી ગોસાઈએ જણાવ્યું હતું કે, 20 જુલાઈ 2023ના રોજ પાઠ્યપુસ્તક મંડળે એમેઝોન સાથે કરાર કર્યો હતો. આ કરાર અંતર્ગત એમેઝોન પર મંડળ દ્વારા કિંમતવાળાં પુસ્તકોનું વેચાણ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે એમેઝોન પર મંડળના સેલર એકાઉન્ટ પરથી વેચાતા પુસ્તકો કિંમતવાળા છે. જ્યારે હાલ વાયરલ થઈ રહેલા સ્ક્રીનશોટમાં જે પુસ્તકો જોવા મળી રહ્યા છે, તેમાં સેલર તરીકે પાઠ્યપુસ્તક મંડળનું નામ નથી. ‘બજાર ક્રેઝી’ નામના સેલરનું નામ સામે આવ્યું નિયામકના જણાવ્યા મુજબ, વાયરલ થયેલા પુસ્તકોમાં સેલર તરીકે ‘બજાર ક્રેઝી’ નામ જોવા મળે છે. એમેઝોન એક ઈ-કોમર્સ માર્કેટપ્લેસ હોવાથી વિવિધ સેલર પોતાના ઉત્પાદનો વેચી શકે છે. મંડળે એમેઝોન સમક્ષ રજૂઆત કરી છે કે, વિનામૂલ્યે વિતરણ માટેના ટાઇટલ ધરાવતા પુસ્તકોનું વેચાણ ન થવું જોઈએ. મંડળે જાતે જ પુસ્તકનો સેમ્પલ ઓર્ડર કર્યો વિવાદ વચ્ચે હકીકત જાણવા માટે પાઠ્યપુસ્તક મંડળે સંબંધિત પુસ્તકનો સેમ્પલ ઓર્ડર કર્યો છે. પુસ્તક મળ્યા બાદ તે ખરેખર કિંમતવાળું પુસ્તક છે કે સરકારની વિનામૂલ્યે યોજના હેઠળ આપવામાં આવતું પુસ્તક છે તેની તપાસ કરવામાં આવશે. મંડળના નિયામકે જણાવ્યું કે, જો સેમ્પલ તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવશે તો તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસે જવાબદારો સામે કાર્યવાહી માગી હેમાંગ રાવલે સમગ્ર મામલાની તપાસ કરીને એમેઝોન પર ઉપલબ્ધ પુસ્તકોનો સ્ટોક, સપ્લાયર, સેલેર, મંજૂરી, કિંમત અને નાણાકીય વ્યવહાર જાહેર કરવાની માંગ કરી છે. જો સરકારની વિનામૂલ્યે યોજના હેઠળનાં પુસ્તકો વ્યાપારી ધોરણે વેચાતા હોવાનું સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ અને સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. આ મામલે હવે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કરવામાં આવેલા સેમ્પલ ઓર્ડરમાં કયું પુસ્તક મળે છે અને તે વિનામૂલ્યે યોજનાનું છે કે કિંમતવાળું, તેના પર સમગ્ર વિવાદનો આગામી વળાંક નિર્ભર રહેશે.
    Click here to Read More
    Previous Article
    આ રવિવારે બેંકો ખુલ્લી રહેશે:સોમવારથી 3 દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાળથી બેંકિંગ સેવાઓ બંધ, ગ્રાહકો તરીકે જાણવા જેવું છે તે બધું જ જાણો
    Next Article
    Which City Is Known As The Idli Capital Of The World?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment