Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાનના જન્મદિવસ પર 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ સ્વચ્છતા અભિયાન:ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના વિભાગની કચેરીએ વૃક્ષારોપણ પણ કર્યું

    17 hours ago

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ આયોજન ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના વિભાગની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચેરી અધિક્ષક પશુપાલન અધિકારી ડો. બી. એમ. સરગરા, પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ડો. બાબુભાઈ પ્રજાપતિ અને રોટરીના યોગેશ પ્રજાપતિ હાજર રહ્યા હતા. તેમણે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો અને કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મહાનુભાવોની હાજરીમાં ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના વિભાગની કચેરી ખાતે સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણ કરાયું હતું. ત્યાર બાદ નજીક આવેલા નીલકંઠ મહાદેવ મંદિર પરિસરમાં વડના વૃક્ષ નીચે લાંબા સમયથી જમા થયેલી ગંદકી દૂર કરવામાં આવી. આ કામગીરીથી વડની પ્રદક્ષિણા કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે સ્વચ્છ અને સુંદર વાતાવરણ બન્યું. આ કાર્યક્રમ દરમિયાન નજીકની પદ્મનાભ રેસિડેન્સીની બહેનો પણ સમૂહમાં આવી હતી. તેમણે સ્વચ્છતા અભિયાનની કામગીરીના વખાણ કર્યા અને આ સ્થળને સ્વચ્છ રાખવા માટે સ્વયંભૂ સંકલ્પ લીધો. 'સ્વચ્છતા એ માત્ર એક દિવસનું કામ નથી, પરંતુ સૌની સામૂહિક જવાબદારી છે' એવા સંદેશ સાથે સેવા, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    ચુડાના પ્રાકૃતિક ખેડૂતના ફાર્મની DDO કે.એસ. યાજ્ઞિકે મુલાકાત લીધી:સહયોગી પાકો અને આચ્છાદનથી પ્રાકૃતિક ખેતી અપનાવી આવક વધારવા ખેડૂતોને અનુરોધ
    Next Article
    દાતા-અંબાજી માર્ગ પર આદેશ સેવા કેમ્પમાં શાહી ભોજન:લગ્ન સમારંભ જેવી ઝાકઝમાળ અને બાઉન્સર્સ સાથે પદયાત્રીઓને VVIP સેવા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment