Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળીયા હાટીનાના ચુલડીમાં ભૂંડના ત્રાસથી ખેડૂતો હેરાન:માળીયા હાટીનાના ચુલડીમાં ભૂંડના ટોળાંએ મગફળીનો પાક રોળી નાખતા ભારે નુકસાન, ખેડૂતોએ કરી યોગ્ય વળતર અને કાયમી ઉકેલની માંગ

    1 day ago

    જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં આવેલા ચુલડી ગામે છેલ્લા કેટલાક સમયથી ભૂંડના વધતા જતા ત્રાસના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ચુલડી ગામ અને આસપાસના વિસ્તારમાં આશરે 200 થી 250 જેટલા ભૂંડના ટોળાં ખેતરોમાં ઘૂસીને મગફળી સહિતના પાકને મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યા હોવાના આરોપો સામે આવ્યા છે. વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો માટે વર્ષમાં ચોમાસાની આ એક જ મુખ્ય મોસમ હોય છે, જેમાં પ્રતિ વીઘે અંદાજે 35 થી 40 હજાર રૂપિયાનો મોટો ખર્ચ થતો હોય છે. આવા સમયે ચાર થી પાંચ વીઘા જેટલા ખેતરોમાં પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જતાં ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. અગાઉ પણ તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ખેડૂતોનો દાવો છે કે ભૂંડ પકડવાની કામગીરી દરમિયાન અગાઉ ખેડૂતો સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. જો હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરી સહાય આપવામાં નહીં આવે અને કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ​ચુલડી ગામના સરપંચ દેવાયતભાઈ નંદાણીયા એ જણાવ્યું હતું કે ખેતરમાં ભૂંડના ત્રાસથી મોટું નુકસાન થયું છે. ત્યાં જઈને જોતા 5 વીઘાની મગફળીનો પાક ભૂંડોએ સંપૂર્ણપણે ફાડી નાખ્યો હતો અને હવે કોઈ ઉપજ થાય તેમ નથી. ખેડૂતને વીઘે 20 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ થયો હોય છે. અમે આ અંગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં લેખિત રજૂઆત કરી છે અને વળતર આપવા માંગ કરી છે. ગામમાં ભૂંડનો ભારે ત્રાસ છે, તેથી સરકારે સર્વે કરીને ખેડૂતોને સહાય આપવી જોઈએ. અહીં આશરે 200 થી 250 ભૂંડનો ઘેરો છે અને ખેડૂતો આખી રાત જાગીને પણ રક્ષણ કરી શકતા નથી. ખેડૂતોએ 70-80 હજાર રૂપિયા ખર્ચીને વંડી અને ફેન્સિંગ કરાવ્યા છે છતાં નુકસાન થાય છે. તેઓ ઉમેરે છે કે અમે પણ જીવદયા પ્રેમી છીએ પણ ખેડૂત અને વન્યજીવ બંનેનું સંતુલન જળવાય તેવો સરકાર કોઈ નિર્ણય લે. ચૂરડી ગામમાં ચોમાસાની આ એક જ મોસમ એવી છે જેમાં ખેતીની આવક મેળવી શકાય છે, કારણ કે શિયાળામાં પાણી ખૂબ ઓછું હોય છે. ​ચુલડી ગામના ખેડૂત મહેશભાઈ સોસા એ જણાવ્યું હતું કે મારે 8 વીઘા જમીન છે. અમારા ખેતરમાં ભૂંડ અને દીપડા/દૂઝાણા પશુઓનો ખૂબ ત્રાસ છે. રાત-દિવસ રખોલી કરવા છતાં કોઈ મેળ આવતો નથી. સરકારને અપીલ છે કે આ સમસ્યાનું કોઈ નિવારણ લાવે, કારણ કે મગફળીનો પાક જ તેમની રોજીરોટી છે. જો પાક નાશ પામશે તો તેમની પાસે કંઈ વધશે નહીં. દિવાળી નજીક આવી રહી છે ત્યારે બાળકોની ફી ભરવી, કપડાં લેવા વગેરે ખર્ચ કેવી રીતે પૂરા કરવા, કારણ કે ખેતી સિવાય તેમની પાસે અન્ય કોઈ ધંધો નથી. અમારી જમીન સરકારી બીડની સરહદે આવેલી હોવાથી, જો ખેડૂતોના પશુ વનમાં જાય તો દંડ થાય છે પણ વનના પ્રાણીઓ ખેતરમાં આવી નુકસાન કરે છે. તેથી સરકારી બીડની યોગ્ય કમ્પાઉન્ડિંગ કે સુરક્ષા કરવામાં આવે તેવી તેમની માંગ છે. ​ચુલડી ગામના ખેડૂત હિતેશભાઈ નંદાણીયા એ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ભૂંડ અને નીલગાયનો બહુ ત્રાસ છે, જેના કારણે ગામના ઘણા ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો પરેશાન છે. આ અંગે અમે જંગલ ખાતાને વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી. અમારી માંગ છે કે જંગલ ખાતાના અધિકારીઓ સ્થળ પર આવીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરે, પાક નુકસાનીનો યોગ્ય સર્વે કરે અને ખેડૂતોને આ ત્રાસમાંથી બચાવે. તેઓ સ્પષ્ટ કરે છે કે તેઓ કોઈ પ્રાણીને નુકસાન પહોંચાડવાની વાત નથી કરતા, પરંતુ વન્યજીવો અને ખેડૂતો બંનેની સુરક્ષા જળવાય તથા સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી તેમની મુખ્ય માંગ છે.
    Click here to Read More
    Previous Article
    ઉમરસાડીમાં લાલજી મહારાજને સ્નાન કરાવતી બોટ પલટી:દાદીના ખોળામાંથી સરકી દોઢ વર્ષનું બાળક દરિયામાં ગરકાવ, 20 કલાકની શોધખોળના અંતે માત્ર મૃતદેહ મળ્યો
    Next Article
    Gujarat Education Department |ગુજરાત બોર્ડમાં પ્રથમ વખત ‘સ્ટેટ ઓપન સ્કૂલ’ પરીક્ષા યોજાશે| Board Exam

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment