Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફાઈના પ્રશ્નો સામે આવતા કમિશનર દીપેશ કેડિયા એક્શનમાં:શહેરના માર્ગોનું નિરીક્ષણ કરી જયશ્રી સિનેમાથી હવાઈ ચોક સુધી સફાઈ-દબાણની સૂચના આપી

    23 hours ago

    જામનગર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા રાત્રે એક્શનમાં આવ્યા હતા. શહેરના મુખ્ય વિસ્તારોમાં સફાઈ અને દબાણના પ્રશ્નો સામે આવતા તેમણે રાત્રિના સમયે શહેરના માર્ગોનું જાતે નિરીક્ષણ કર્યું હતું. જયશ્રી સિનેમાની ગલીથી હવાઈ ચોક અને ખોડિયાર કોલોની સુધી તેમણે સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો. કમિશનર દીપેશ કેડિયાએ સાંજે પત્રકારો સાથે સફાઈ અને પાણીના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ રાત્રે સાડા નવ વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધી, એટલે કે લગભગ ત્રણ કલાક સુધી, તેમણે પોતાની ટીમ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા સહિત એસ્ટેટ શાખા અને ઘન કચરા વ્યવસ્થાપન શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા. રાત્રિના આ રાઉન્ડ દરમિયાન, કમિશનરે સૌપ્રથમ જયશ્રી સિનેમાવાળી ગલી વિસ્તારનું નિરીક્ષણ કર્યું. આ વિસ્તારમાં ગંદકી અને કચરાના પ્રશ્નો અંગે રજૂઆતો મળી હતી. કમિશનરે સ્થળ પર જ સફાઈ અંગે જરૂરી સૂચનાઓ આપી હતી અને સફાઈ કર્મચારીઓ તથા સંબંધિત શાખાના સ્ટાફને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, આ વિસ્તારમાં અનેક રેકડી-પથારા સહિતના દબાણો જોવા મળ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે સંબંધિત ધંધાર્થીઓ સાથે રૂબરૂ વાતચીત કરી હતી. તેમણે જાહેર સ્થળે કે રસ્તા પર કોઈપણ પ્રકારની ગંદકી ન થાય અને પોતાના ધંધાના સ્થળની આસપાસ સ્વચ્છતા જાળવવા સૂચના આપી હતી. દબાણો મુદ્દે એસ્ટેટ શાખાના અધિકારીઓને પણ સ્થળ પર જ સૂચનાઓ આપવામાં આવી હતી, અને આગામી દિવસોમાં ગેરકાયદે દબાણ દૂર કરવા તાકીદ કરાઈ હતી. જયશ્રી સિનેમાવાળી ગલી બાદ કમિશનર ટીમ સાથે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ, પંચેશ્વર ટાવર સહિતના વિસ્તારોમાં ફર્યા. ત્યાંથી તેઓ ભંગારબજાર રોડ તરફ પહોંચ્યા હતા. રસ્તાઓની સફાઈ, કચરાનો નિકાલ અને જાહેર માર્ગ પરના દબાણ સહિતના મુદ્દાઓનું સ્થળ પર જ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવાઈ ચોક વિસ્તારમાં પહોંચીને ત્યાંના રેકડી-પથારાવાળાઓને પણ જાહેર માર્ગ અને આસપાસના વિસ્તારમાં ગંદકી ન થાય તે અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જો કોઈ પ્રકારના દબાણો હોય તો તે દૂર કરવા સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું હતું. બાલા હનુમાન મંદિર વિસ્તાર થઈ તળાવ રોડ પર પણ મ્યુનિસિપલ કમિશનર અને તેમની ટીમે સ્થળ પર જઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ખોડિયાર કોલોનીમાં રેકડી-પથારાવાળાઓની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    નખત્રાણામાં મારુ કંસારા સોની સમાજે સરસ્વતી સન્માન સમારોહ યોજ્યો:પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા
    Next Article
    અમદાવાદમાં સાયબર ફ્રોડની 5 અલગ અલગ ઘટના:કંકોત્રીની APK, ટેલિગ્રામ ટાસ્ક અને ફેક લિંક અને અદાણી ગેસ કનેક્શન કાપવાના બહાને લાખો પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment