Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુર કન્યા શાળાની કબડ્ડી ટીમ જામનગર જિલ્લામાં ત્રીજા ક્રમે:બે દીકરીઓની સ્ટેટ લેવલ માટે પસંદગી

    15 hours ago

    લાલપુર કન્યા શાળાની કબડ્ડી ટીમે જામનગર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવી શાળા અને લાલપુરનું ગૌરવ વધાર્યું છે. દીકરીઓએ કબડ્ડી સ્પર્ધામાં સારું પ્રદર્શન કર્યું હતું.આ સ્પર્ધા જામનગર જિલ્લામાં યોજાઈ હતી. ટીમના સારા પ્રદર્શનને કારણે બે દીકરીઓની સ્ટેટ લેવલની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. સ્ટેટ લેવલ માટે પસંદ થયેલી ખેલાડીઓમાં કુ. ઝલક માલદેભાઈ બંધિયા અને કુ. દિપ્તી રામદેવભાઈ આગઠનો સમાવેશ થાય છે. હવે આ બંને ખેલાડીઓ સ્ટેટ લેવલ પર લાલપુરનું પ્રતિનિધિત્વ કરશે.આ પસંદગીથી શાળા પરિવાર, શિક્ષકો અને વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે. દીકરીઓની આ સિદ્ધિ પાછળ ટીમના કોચ પૂજાબેન વિજાભાઈ વસરાનું માર્ગદર્શન અને તાલીમ મહત્વનું રહ્યું છે. લાલપુર કન્યા શાળાની આ સિદ્ધિથી અન્ય વિદ્યાર્થીઓને પણ રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા મળી છે.
    Click here to Read More
    Previous Article
    સાવરકુંડલામાં ગણપતિ બાપ્પાનો 25 લાખની નોટો અને ડોલરથી શણગાર:પંડાલમાં ભારતીય રૂપિયા સાથે અમેરિકી ડોલરની સજાવટ આકર્ષણનું કેન્દ્ર બની, 'લખપતિ ગણપતિ'ના દર્શને ભક્તો ઉમટ્યાં
    Next Article
    એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનિસમાં જય મીણાનો મેડલ પાક્કો:મનુ ભાકરનું ફાઇનલ થોડીવારમાં, વિમન્સ શૂટિંગ ટીમ બ્રોન્ઝથી ચૂકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment