Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના બે સિનિયર ભાજપ આગેવાનોને પ્રદેશ સ્તરે મહત્વની જવાબદારી:ભુપેન્દ્ર બસીયા બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ, શરદ લાખાણીનો પ્રદેશ ભાજપ કારોબારીમાં સમાવેશ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના સંગઠન પ્રભારી

    19 hours ago

    ગાંધીનગરથી ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અમરેલી જિલ્લાના બે સિનિયર ભાજપ આગેવાનોને સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શરદ લાખાણી તથા પૂર્વ મહામંત્રી અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભુપેન્દ્ર બસીયાની પ્રદેશ સ્તરે નિમણૂક કરવામાં આવી છે. શરદ લાખાણીનો ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમને ગીર સોમનાથ જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી છે. શરદ લાખાણી અમરેલી જિલ્લામાં સંગઠનાત્મક કામગીરી માટે જાણીતા આગેવાન છે. ભુપેન્દ્ર બસીયાને બક્ષીપંચ મોરચાની જવાબદારી અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભુપેન્દ્ર બસીયાની ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાઈને સંગઠનની વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. ભુપેન્દ્ર બસીયા કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવતા આગેવાન છે અને અગાઉ અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે કામગીરી કરી ચૂક્યા છે. હવે તેમને પ્રદેશ બક્ષીપંચ મોરચામાં જવાબદારી સોંપવામાં આવી છે. બંને આગેવાનોને પ્રદેશ સ્તરે જવાબદારી મળતા કાર્યકરોમાં ઉત્સાહ પાટીદાર સમાજના અગ્રણી શરદ લાખાણી અને કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી ભુપેન્દ્ર બસીયાને પ્રદેશ સંગઠનમાં મહત્વની જવાબદારી મળતા અમરેલી જિલ્લાના ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બંને આગેવાનો અગાઉ જિલ્લા સ્તરે સંગઠનની મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂક્યા હોવાથી તેમની પ્રદેશ સ્તરની નિમણૂકને સ્થાનિક ભાજપના કાર્યકરો દ્વારા આવકારવામાં આવી છે. ભાજપના આગેવાનોએ નિમણૂકને આવકારી બંને આગેવાનોની સંગઠનાત્મક નિમણૂકને રાજ્ય સરકારના ઉર્જામંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, સાંસદ ભરત સુતરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા સહિત જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ આવકારી છે.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ વિસ્તારમાં બે અકસ્માતમાં બેના મોત:સુરધારા સર્કલ પાસે બાઇકે અડફેટે લેતા સાયકલિંગ કરનાર પ્રૌઢનું મોત, શેલામાં ટેમ્પોની ટક્કરે રોડ ક્રોસ કરતા યુવકે જીવ ગુમાવ્યો
    Next Article
    Donald Trump At UN General Assembly: "Make Deal Or Drive Iran Into Hell?"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment