Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ વિસ્તારમાં બે અકસ્માતમાં બેના મોત:સુરધારા સર્કલ પાસે બાઇકે અડફેટે લેતા સાયકલિંગ કરનાર પ્રૌઢનું મોત, શેલામાં ટેમ્પોની ટક્કરે રોડ ક્રોસ કરતા યુવકે જીવ ગુમાવ્યો

    19 hours ago

    અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. સુરધારા સર્કલ પાસે બાઇક ચાલકે સાયકલિંગ કરનાર પ્રૌઢને અડફેટે લેતા તેનું મોત થયું હતું. જ્યારે શેલામાં ટેમ્પો ચાલકની ટક્કરે રોડ ક્રોસ કરતા યુવકનું મોત થયું હતું. બને બનાવોમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સાયકલ સવારને ટક્કર મારી બાઈક ચાલક ફરાર નારણપુરા વિસ્તારમાં આવેલી દેવછાયા સોસાયટીમાં રહેતા 50 વર્ષીય કીંજલકુમાર શાહ ગત 21 સપ્ટેમ્બરે સવારે સાયકલ લઈને સુરધારા સર્કલ તરફથી એસ.જી. હાઈવે તરફ જતા વડલાવાળા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રોંગ સાઈડમાં પુરઝડપે આવી રહેલા અજાણ્યા બાઇક ચાલકે કીંજલકુમારની સાયકલને ટક્કર મારી હતી.​અકસ્માતને પગલે કીંજલકુમાર રોડ પર પટકાતાં તેમને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો બાઈક ચાલક ભાગી છૂટ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત કીંજલકુમારને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. આ અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. રોડ ક્રોસ કરી રહેલા યુવકને ટેમ્પોએ કચડ્યો ​મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના અને હાલ સાણંદના ગોધાવી ખાતે રહેતા ભૈરુલાલ કાલબેલીયાએ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ કચરો વીણવાની મજૂરી કરે છે. છેલ્લા છ વર્ષથી તેમની સાથે રાજસ્થાનના 40 વર્ષીય ધર્માલાલ મીણા રહેતા હતા. જેઓ માનસીક બિમાર હોય તેઓ તેમની સંભાળ રાખતા હતા. ​સોમવારે બપોરના સમયે ભૈરુલાલ મુમદપુરા બ્રિજ પસાર કરી વી.આઈ.પી. રોડ પર આવેલા રેન ફોરેસ્ટ ફાર્મના ગેટ પાસેથી કચરો વીણતા પસાર થઈ રહ્યા હતા. ત્યારે રોડ ક્રોસ કરતા પુરઝડપે આવી રહેલા ટેમ્પો ચાલકે ધર્માલાલ મીણાને અડફેટે લીધા હતા. જેથી તેઓનું મોત નીપજ્યું હતું. આ અંગે બોપલ પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની આવતીકાલે હાઈવોલ્ટેજ બેઠક:ગાંધીનગર મનપા, ઓખા-થરા સહિત પેટાચૂંટણીના ઉમેદવારો પર વાગશે આખરી મ્હોર
    Next Article
    અમરેલીના બે સિનિયર ભાજપ આગેવાનોને પ્રદેશ સ્તરે મહત્વની જવાબદારી:ભુપેન્દ્ર બસીયા બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ, શરદ લાખાણીનો પ્રદેશ ભાજપ કારોબારીમાં સમાવેશ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના સંગઠન પ્રભારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment