Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના રાજમાર્ગ પર મનપાનો સપાટો:ફૂટપાથ રોકનારા વેપારીઓના સ્ટેચ્યુ-સામાન જપ્ત, કાદરશાહની નાળ સહિતના વિસ્તારોમાં દબાણો પર બુલડોઝર એક્શન

    21 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને ફૂટપાથોને અડચણમુક્ત કરવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના ઐતિહાસિક રાજમાર્ગ તથા કાદરશાહની નાળ સહિતના જાહેર માર્ગો પર દુકાનદારો દ્વારા ગેરકાયદે રીતે મુકવામાં આવતા સ્ટેચ્યુ, બોર્ડ અને અન્ય માલસામાનના દબાણો સામે પાલિકાના સેન્ટ્રલ ઝોન તંત્રએ લાલ આંખ કરી ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક રહીશોની ઉગ્ર ફરિયાદો અને રજૂઆતો બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને રસ્તાઓ ખુલ્લા કરાવ્યા હતા. વેપારીઓએ રસ્તા સુધી સ્ટેચ્યુ ખડકી દીધા રાજમાર્ગ પર કપડાં અને અન્ય ચીજવસ્તુઓના વેપારીઓ દ્વારા પોતાની દુકાનોની બહાર ફૂટપાથ અને જાહેર માર્ગ સુધી સ્ટેચ્યુ તેમજ સામાન ગોઠવી દેવાતો હતો. આ ગેરકાયદે દબાણોને કારણે રાહદારીઓ માટે ફૂટપાથ પર ચાલવાની જગ્યા બચી નહોતી. પરિણામે, સિનિયર સિટિઝનો, મહિલાઓ અને સામાન્ય નાગરિકોને જીવના જોખમે મુખ્ય રસ્તા પરથી પસાર થવાની નોબત આવતી હતી. આ સિવાય જાહેર માર્ગો પર સામાન ખડકાતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જતી હતી અને વાહનચાલકો ભારે અડચણનો સામનો કરી રહ્યા હતા. બેગમપુરા અને રાણા શેરી સહિતના રહીશોની ઉગ્ર રજૂઆત આ સમસ્યાને લઈને બેગમપુરા, રાણા શેરી, ચેવલી શેરી, આમલી શેરી, ઘાંચી શેરી, વોર્ડવાળી શેરી, કુંવરસિંહની શેરી અને દુધારા શેરીના સ્થાનિક રહીશોએ સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર ગાંજાવાલા સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. આ મામલે પોલીસ કમિશનર અને ટ્રાફિક પોલીસ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. સતત ફરિયાદોને ધ્યાને લઈ 21 સપ્ટેમ્બરે કાર્યપાલક ઇજનેરે તાત્કાલિક અસરથી દબાણ વિભાગની ટીમને મેદાનમાં ઉતારી હતી. ટીમ જતાં જ ફરી દબાણ કરતાં બીજા દિવસે તવાઈ પાલિકાની ટીમે રાજમાર્ગ અને કાદરશાહની નાળ વિસ્તારમાં પહોંચી દુકાનો બહારથી સ્ટેચ્યુ અને સામાન જપ્ત કરી રસ્તાઓ સાફ કરાવ્યા હતા. જોકે, ટીમ કામગીરી પૂર્ણ કરીને પરત ફરતાં જ કેટલાક વેપારીઓ અને લારીધારકોએ ફરી માર્ગો પર દબાણ ખડકી દીધું હતું. આ અંગે સ્થાનિકોની પુનઃ ફરિયાદ મળતાં જ બીજા દિવસે સવારે મનપાની ટીમે ફરી કાર્યવાહી હાથ ધરી હતી અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કડક વલણ અપનાવી સમગ્ર વિસ્તારને દબાણમુક્ત બનાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    3.50 લાખની લાંચ લેતો વ્યક્તિ એસીબીના છટકામાં ઝડપાયો:​ગૌચરની અરજી પાછી ખેંચવા રૂ. 5.25 લાખ માંગનાર નાગરિક રૂ. 3.50 લાખની રકમ સ્વીકારતા લીમડા ચોકમાંથી એસીબીની ટ્રેપમાં પકડાયો
    Next Article
    ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની આવતીકાલે હાઈવોલ્ટેજ બેઠક:ગાંધીનગર મનપા, ઓખા-થરા સહિત પેટાચૂંટણીના ઉમેદવારો પર વાગશે આખરી મ્હોર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment