Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3.50 લાખની લાંચ લેતો વ્યક્તિ એસીબીના છટકામાં ઝડપાયો:​ગૌચરની અરજી પાછી ખેંચવા રૂ. 5.25 લાખ માંગનાર નાગરિક રૂ. 3.50 લાખની રકમ સ્વીકારતા લીમડા ચોકમાંથી એસીબીની ટ્રેપમાં પકડાયો

    22 hours ago

    ​જૂનાગઢ શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સફળ ટ્રેપ ગોઠવીને કાર્યવાહી કરવામાં આવી છે. ગૌચરની જમીન અંગે કરાયેલી અરજી પાછી ખેંચવા અને સરકારી કચેરીઓ તરફથી કોઈ આગળની કાર્યવાહી ન થાય તે માટે રકમની માંગણી કરનાર એક વ્યક્તિ રૂ. 3.50 લાખની રોકડ રકમ સાથે સ્થળ પરથી ઝડપાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. એસીબીની ટીમ દ્વારા આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ​કરશનભાઇ ઘેલાભાઇ સોલંકી (ઉં.વ. 54, ધંધો- મજુરી કામ, રહે. શેરી નં. 2, વૃંદાવન નગર સોસાયટી, મધુરમ બાયપાસ, જુનાગઢ) નામના નાગરિકે એક જાગૃત ફરિયાદીના ભત્રીજા વિરૂધ્ધ ગૌચરની જમીનમાં દબાણ કરવા અંગે ટીડીઓ કચેરીમાં એક અરજી કરી હતી. આ અરજી પાછી ખેંચી લેવા અને તલાટી કે ટીડીઓ કચેરી તરફથી ભવિષ્યમાં કોઈ કાર્યવાહી નહીં થાય તેવી બાંહેધરી આપવાના બદલામાં તેમણે ફરિયાદી પાસે કુલ રૂ. 5,25,000 ની રકમની માંગણી કરી હતી. જેમાંથી તેમણે અગાઉ પ્રથમ રૂ. 25,000 અને ત્યારબાદ રૂ. 1,50,000 એમ બે તબક્કામાં રકમ મેળવી લીધી હતી. ​ત્યારબાદ બાકી નીકળતી રૂ. 3,50,000 ની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, ફરિયાદી આ નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે જૂનાગઢ એસીબીનો સંપર્ક કરીને લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબી જૂનાગઢ એકમની ટીમે તાત્કાલિક લાંચના છટકાનું આયોજન કર્યું હતું. ​જૂનાગઢના દિવાન ચોકની બાજુમાં આવેલ લીમડા ચોક ખાતે જાહેર રોડ પર ગોઠવવામાં આવેલા છટકા દરમિયાન, કરશનભાઈ સોલંકી ફરિયાદી પાસેથી બાકીની રૂ. 3,50,000 ની રકમ સ્વીકારતા જ સ્થળ પર હાજર એસીબીની ટીમે તેમને ઝડપી લીધા હતા. એસીબીની ટીમે સમગ્ર રૂ. 3,50,000 ની રકમ રીકવર કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ BAPS મંદિરમાં જલજીલણી એકાદશીની ઉજવણી:ઠાકોરજીને નૌકામાં વિહાર કરાવાયો, હરિભક્તોએ 5 થાળ-આરતીનો લાભ લીધો
    Next Article
    સુરતના રાજમાર્ગ પર મનપાનો સપાટો:ફૂટપાથ રોકનારા વેપારીઓના સ્ટેચ્યુ-સામાન જપ્ત, કાદરશાહની નાળ સહિતના વિસ્તારોમાં દબાણો પર બુલડોઝર એક્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment