Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અંબા રમવા આવે' ગીતમાં પરંપરાગત નવરાત્રિની ઝલક:'લાલો' ફેમ રીવા રાચ્છની ફિલ્મ 'અંબા'માં સાવજ અને નેહડાના લોકોની અનોખી વાર્તા

    9 hours ago

    ગુજરાતી સિનેમા હાલમાં નવા વિષયો પર સુંદર વાર્તાઓ લઈને આવી રહ્યું છે. તેવામાં ગીરના ડાલામથ્થા અને નેહડામાં રહેતા લોકો વચ્ચેના અનોખા ભાવનાત્મક સંબંધને દર્શાવતી સુંદર ફિલ્મ 'અંબા' લઈને નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ અને વિજયગીરી ફિલ્મઓએસ આવી રહ્યા છે. નવરાત્રિ પહેલાં ફિલ્મનું પહેલું ગીત 'અંબા રમવા આવે' રિલીઝ કરવામાં આવ્યું છે. 'લાલો'ની તુલસી હવે બનશે 'અંબા' 'લાલો'ની તુલસી એટલે કે રીવા રાચ્છ સ્ટારર 'અંબા' ફિલ્મ ગીરમાં વસતા સાવજ અને ત્યાંના લોકોના સહજીવન, ડણક અને ઝાંઝરીની મિત્રતા પર આધારિત એક અનોખી વાર્તા છે. ગીતની શરૂઆતમાં 'અંબા' એટલે કે રીવા રાચ્છ સાવજને પાઘડી પહેરાવતી જોવા મળે છે. 'અંબા રમવા આવે'માં પરંપરાગત નવરાત્રિની ઝલક 'અંબા રમવા આવે' ગીતમાં પરંપરાગત નવરાત્રિની ઝલક જોવા મળી રહી છે. નેહડામાં રહેતી યુવતીઓ માતાજીની માંડવીની ફરતે પ્રાચીન ગરબા રમી રહી છે. માતાજીની ભક્તિ દર્શાવતા આ ગીતમાં ગુજરાતી એક્ટ્રેસિસ શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર અને નેત્રી ત્રિવેદી પણ રીવા સાથે તાલથી તાલ મેળવીને ગરબા રમતી જોવા મળી રહી છે. ગીતના અંતે પણ ફરી પાઘડી પહેરેલા સિંહની ત્રાડ સાંભળવા મળે છે. ડિસેમ્બર 2026માં રિલીઝ થશે ફિલ્મ ભૂમિ નથવાણી નિર્મિત ફિલ્મનું આ ગીત સંગીતકાર જોડી કેદાર અને ભાર્ગવે તૈયાર કર્યું છે. ગીતના શબ્દો મિલિન્દ ગઢવીએ લખ્યા છે, જેને વ્રત્તિની પુરોહિતે ગાયું છે. ગીતની કોરિયોગ્રાફી સમીર અને અર્શ તન્નાએ કરી છે. જયગીરી બાવાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મનું લેખન રામ મોરીએ કર્યું છે. ફિલ્મમાં રીવા 'અંબા'ના મુખ્ય પાત્રમાં છે. તેની સાથે દર્શન પંડ્યા, જગજીતસિંહ વાઢેર, એલેસાન્ડ્રા વ્હીલન, ગૌરાંગ આનંદ, ફિરોઝ ઇરાની, સ્વાતિ દવે અને રિદ્ધિ ડાંગર સહિતના કલાકારો મહત્ત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ ડિસેમ્બર 2026માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
    Click here to Read More
    Previous Article
    राजमा बनाने का सबसे आसान तरीका, बिना झंझट कुकर में बनाएं ग्रेवी, नहीं पड़ेगी प्याज-टमाटर भूनने की जरूरत
    Next Article
    UNમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું થોડીવારમાં ભાષણ:2025માં ટેલિપ્રોમ્પ્ટર ખરાબ થઈ જતાં ભડકી ઉઠ્યા હતા; 2018માં તેમના દાવા પર બધા હસવા લાગ્યા હતા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment