Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ એરપોર્ટને મળ્યા નવા ડિરેક્ટર:ડી.કે. સિંઘ સંભાળશે કમાન, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરાવવી બનશે સૌથી મોટો પડકાર

    14 hours ago

    રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને નવા ડિરેક્ટર મળ્યા છે. હાલ જામનગર એરપોર્ટના ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા ધનંજય કુમાર સિંઘ (ડી.કે. સિંઘ) ની રાજકોટ એરપોર્ટના ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ આગામી 13 ઓક્ટોબરના રોજ રાજકોટ એરપોર્ટનો સત્તાવાર ચાર્જ સંભાળશે. બીજી તરફ, રાજકોટ એરપોર્ટ પર લાંબા સમયથી એરપોર્ટ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી રહેલા દિગંત બોરાહને અગાઉ જોઈન્ટ જનરલ મેનેજરમાંથી જનરલ મેનેજર તરીકે બઢતી મળી ચૂકી હોવાથી, હવે તેમની બદલી ગ્રેડ-2 કેટેગરી ધરાવતા દેશના સૌથી વ્યસ્ત દિલ્હી એરપોર્ટ પર ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે. દિગંત બોરાહની 5 વર્ષની સફળ સેવાઓ પૂર્ણ દિગંત બોરાહ રાજકોટના જૂના એરપોર્ટ પર 15 નવેમ્બર, 2020થી 8 સપ્ટેમ્બર, 2023 સુધી ફરજ બજાવી ચૂક્યા છે, જ્યારે હિરાસર ખાતે નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના લોકાર્પણ બાદ 9 સપ્ટેમ્બર 2023 થી અત્યાર સુધી એટલે કે કુલ 5 વર્ષથી વધુ સમય સુધી તેમણે રાજકોટ એરપોર્ટના સુકાની તરીકે સફળ કામગીરી સંભાળી છે. ગ્રેડ-3 હેઠળના રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉત્કૃષ્ટ કામગીરી બદલ પસંદગી પ્રક્રિયા અને ઇન્ટરવ્યૂ મારફતે તેમનું પ્રમોશન જનરલ મેનેજર તરીકે થયું હતું, જેના પગલે હવે તેમને સીધા ગ્રેડ-2 હેઠળ આવતા દિલ્હી એરપોર્ટની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. વિદેશી ઉડાનો, નેટવર્ક કનેક્ટિવિટી અને પાર્કિંગ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી જામનગરથી બદલી પામીને આવી રહેલા નવા ડિરેક્ટર ધનંજય કુમાર સિંઘ સમક્ષ રાજકોટ એરપોર્ટના વહીવટ અને મુસાફરોની સુવિધાને લઈને અનેક મોટા પડકારો રહેશે. જેમાં સૌથી મોટો પડકાર રાજકોટથી દુબઈ સહિતના રૂટ્સ માટે સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરાવવાનો રહેશે. આ ઉપરાંત હાલમાં એરપોર્ટ પરિસરમાં મુસાફરો માટે માથાનો દુખાવો બનેલી મોબાઈલ નેટવર્કની સમસ્યા, ટર્મિનલ પર મુસાફરો માટે વ્યાજબી દરે ખાદ્યસામગ્રી (સસ્તી ખાણીપીણી) ની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી તેમજ પાર્કિંગ અને પિકઅપ-ડ્રોપ વ્યવસ્થા અંગે સુદૃઢ નીતિ અમલી બનાવવી તેમના માટે પ્રાથમિકતા બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    કારચાલક સામે ફરિયાદ દાખલ:નશામાં ધૂત કારચાલકે પોલીસના બાઇકને ઠોકરે લઇ 200 મીટર સુધી ઢસડતા, બે કોન્સ્ટેબલ ઘાયલ
    Next Article
    રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 'નો નેટવર્ક':દૈનિક 3,000 મુસાફરો સંપર્કવિહોણા, એડવાઈઝરી કમિટીની બેઠકમાં સાંસદો સમક્ષ ભારે તડાફડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment