Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભંડારિયામાં બહુચરાજી મંદિરે નવરાત્રી ઉત્સવની તૈયારીના શ્રી ગણેશ:ગરબા-સ્તૃતિ અને વાજતે-ગાજતે માણેકચોકમાં ધ્વજારોહણ, મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યાં

    7 hours ago

    ગોહિલવાડના પ્રસિદ્ધ શક્તિધામ ભંડારિયા ગામે આવેલા બહુચરાજી મંદિરે નવરાત્રિ મહોત્સવની પરંપરાગત ઉજવણી થશે. જેના ભાગરૂપે આજરોજ ભાદરવા સુદ અગિયારસે મોટી સંખ્યામ માઈ ભક્તો તેમજ સ્વયંસેવકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મંડપ રોપણ કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિથી મંડપ રોપણ કરી ધ્વજારોહણ કરાયું ભાવનગરના ભંડારિયા ગામે આવેલા પ્રસિદ્ધ શક્તિધામ શ્રી બહુચરાજી મંદિર ખાતે આગામી આસો સુદ નવરાત્રિ મહોત્સવની પરંપરાગત ઉજવણી થશે. જેના ભાગરૂપે આજે માણેકચોકમાં શાસ્ત્રોક્ત વિધિથી મંડપ રોપણ કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં માઈ ભક્તો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. ગરબા, સ્તુતિગાન અને ભૂંગળના સુમધુર સુર સાથે વાજતે-ગાજતે ધ્વજા સ્તંભ સાથે માણેકચોક પહોંચી મંડપ રોપણ કરાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. નવરાત્રિ ઉત્સવની તૈયારીઓના શ્રી ગણેશ ભંડારિયા સ્થિત અન્ય દેવી સ્થાનકો જેવા કે શ્રી પ્રગટનાથ બહુચરાજી મંદિર, શ્રી મેલડી માતાજી મંદિર અને શ્રી સોંડાઈ માતાજીના મંદિરે પણ વૈદિક વિધિવિધાન સાથે મંડપ રોપણ અને ધ્વજારોહણ કરીને નવરાત્રિ ઉત્સવની તૈયારીઓના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ખારવા સમાજે રામદેવપીર મંદિરે નૂતન ધ્વજારોહણ કર્યું:ભીડીયા-વેરાવળમાં ભાદરવી અગિયારસે ભવ્ય શોભાયાત્રા કાઢી માછીમારોની સલામતી માટે પ્રાર્થના કરી
    Next Article
    જૂની HP કેન્સલ, નામ ટ્રાન્સફર અને નવી HP એન્ટ્રીની પ્રક્રિયા:ઓલ ગુજરાત યુઝ્ડ ટુ-વ્હીલર ડીલર એસોસિયેશને વસ્ત્રાલ RTOમાં આવેદનપત્ર આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment