Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂની HP કેન્સલ, નામ ટ્રાન્સફર અને નવી HP એન્ટ્રીની પ્રક્રિયા:ઓલ ગુજરાત યુઝ્ડ ટુ-વ્હીલર ડીલર એસોસિયેશને વસ્ત્રાલ RTOમાં આવેદનપત્ર આપ્યું

    7 hours ago

    રાજ્યભરના સેકન્ડ હેન્ડ (યુઝ્ડ) ટુ-વ્હીલર ડીલરોને જૂની હાઇપોથેકેશન (HP) કેન્સલ કરાવવા, વાહનના નામ ટ્રાન્સફર અને નવી HP એન્ટ્રી નોંધવાની ઓનલાઇન પ્રક્રિયામાં પડી રહેલી વ્યાપક મુશ્કેલીઓને લઈને ઓલ ગુજરાત યુઝ્ડ ટુ-વ્હીલર ડીલર એસોસિયેશને રાજ્યના મુખ્યમંત્રી સહિત વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે. એસોસિયેશન દ્વારા અગાઉ અમલમાં રહેલી સરળ પદ્ધતિ પુનઃસ્થાપિત કરવા સહિત 5 મુખ્ય મુદ્દાઓ પર વહીવટી સુધારા કરવાની માંગણી સાથે અમદાવાદના વસ્ત્રાલ આરટીઓ ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. એક જ તબક્કામાં કામ પૂર્ણ થાય એવી વ્યવસ્થાની માંગ એસોસિયેશનના કારોબારી સભ્યો પુરવાંગ પંચાલ અને જાવેદ સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં અમલી બનાવાયેલી સિસ્ટમ અત્યંત આંટીઘૂંટીવાળી અને જટિલ હોવાથી વાહનની જૂની HP રદ કરવા, ઓનરશિપ ટ્રાન્સફર કરવા અને નવી લોન/HP એન્ટ્રી દાખલ કરવા માટે લાંબો સમય લાગી રહ્યો છે. આ ત્રણેય તબક્કા અલગ-અલગ કરવા પડતા હોવાથી ડીલરો તેમજ વાહન ખરીદનાર-વેચનાર ગ્રાહકો બંનેને સમય અને આર્થિક રીતે વધારાનો મોટો બોજ સહન કરવો પડે છે. તેથી આ તમામ પ્રક્રિયા અગાઉની જેમ એક જ તબક્કામાં સળંગ પૂર્ણ થઈ શકે તેવી સુચારુ વ્યવસ્થા પુનઃ શરૂ કરવી જોઈએ. OTP અને મોબાઈલ નંબરની સમસ્યામાં મેન્યુઅલ વિકલ્પ આપો એસોસિયેશને ભારપૂર્વક રજૂઆત કરી છે કે OTP આધારિત ઓનલાઇન પ્રક્રિયામાં અનેકવાર સર્વર ડાઉન હોવા કે જૂના મોબાઈલ નંબર બંધ હોવાના કારણે કામગીરી અટવાઈ જાય છે. આ સ્થિતિમાં મેન્યુઅલ પદ્ધતિ અથવા આરટીઓ સ્તરેથી મોબાઈલ નંબર અપડેટ કરવાનો વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ કરાવવો જોઈએ. વધુમાં, જ્યારે મૂળ વાહન માલિકના આધાર કાર્ડ અને આરસી બુક (RC) માં નોંધાયેલા નામમાં નાનો-મોટો તફાવત હોય ત્યારે યોગ્ય સહાયક દસ્તાવેજો અને શારીરિક ચકાસણીના આધારે નામ ટ્રાન્સફરની મંજૂરી આપવી જોઈએ. તેમજ જો ખરીદનાર તરફથી સમયસર OTP ન મળે તો કાયદેસરના ઓળખ પુરાવા ચકાસીને વૈકલ્પિક મંજૂરી આપવાની જોગવાઈ કરવી આવશ્યક છે. પેમેન્ટ અટકવા અને ગુનાહિત પ્રવૃત્તિમાં જવાબદારી અંગે સ્પષ્ટતા જરૂરી વાહન ખરીદ-વેચાણ વ્યવહારમાં નવી HP ઓનલાઇન પોર્ટલ પર દર્શાવાય ત્યારબાદ જ ફાઇનાન્સ કંપનીઓ કે બેંકો દ્વારા ડીલરોને નાણાં ચૂકવવામાં આવે છે. પ્રક્રિયામાં લાંબો વિલંબ થવાથી ડીલરોની મોટી મૂડી બ્લોક થઈ જાય છે. આ ઉપરાંત ટ્રાન્સફર પ્રક્રિયા પેન્ડિંગ હોય તે દરમિયાન જો નવો વાહનચાલક કોઈ ગુનો કે છેતરપિંડી આચરે તો તેમાં ડીલરની જવાબદારી રહેશે કે મૂળ પક્ષકારોની, તે અંગે પણ કાનૂની અસમંજસતા પ્રવર્તે છે. જેથી ડીલરોના વ્યાપારિક હિતો અને ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વાહન ટ્રાન્સફરની આખી વ્યવસ્થા ઝડપી, વ્યવહારુ અને પારદર્શક બનાવવા રાજ્ય સરકાર તાત્કાલિક યોગ્ય આદેશ કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    ભંડારિયામાં બહુચરાજી મંદિરે નવરાત્રી ઉત્સવની તૈયારીના શ્રી ગણેશ:ગરબા-સ્તૃતિ અને વાજતે-ગાજતે માણેકચોકમાં ધ્વજારોહણ, મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યાં
    Next Article
    મોરબીમાં જમીન દફતર-સિટી સર્વે કચેરીના કર્મચારીઓ અચોક્કસ હડતાળ પર:ગ્રેડ પે સુધારણાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment