Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કદવાલના પાની ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો:ગુજરાત સરકારની વિકાસ યોજનાઓનો લાભ લોકોને ઘરઆંગણે પહોંચાડવા માટે આયોજન

    12 hours ago

    ગુજરાત સરકારની વિવિધ વિકાસ યોજનાઓનો લાભ લોકોને ઘરઆંગણે મળે તે હેતુથી કદવાલ તાલુકાના પાની ગામની પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પાની ગ્રામ પંચાયત દ્વારા આયોજિત કરાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કદવાલના તાલુકા વિકાસ અધિકારી યાદવ સાહેબે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમણે સરકારની યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. યાદવ સાહેબે જણાવ્યું કે સરકાર લોકોની સમસ્યાઓ દૂર કરવા અને યોજનાઓના લાભ પહોંચાડવા માટે તેમના આંગણે આવી છે. આ પ્રસંગે કદવાલ જિલ્લા સદસ્ય વિજયભાઈ રાઠવા કદવાલ તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન બારીયા, સ્થાનિક તાલુકા સદસ્ય મિત્તલબેન રાઠવા, કદવાલ તાલુકા કારોબારી સભ્ય રમીલાબેન રાઠવા, સરપંચ સુમનભાઈ નાયકા અને પાર્ટી સંગઠન પ્રમુખ વિરલભાઈ બારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોએ પણ સંબોધન કર્યું હતું અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સભ્યોની ગેરહાજરીથી છોટા ઉદેપુર પાલિકા પ્રમુખ ચૂંટણી રદ:બોગસ જાતિ પ્રમાણપત્ર વિવાદ બાદ પ્રમુખપદ ખાલી પડ્યું હતું; તમામ સભ્યો ગેરહાજર રહેતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો
    Next Article
    માનખેતરામાં ખાણ-ખનિજ સર્વે સામે ગ્રામજનોનો રોષ,:માનખેતરામાં સર્વે સામે ખેડૂતોનો આક્રોશ: ફળદ્રુપ જમીન બચાવવા ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર, આસપાસના 12 ગામોમાં આંદોલન વ્યાપક બનાવવાની ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment