Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દામોદર કુંડે જલઝીલણી એકાદશીએ પિતૃતર્પણ માટે જનમેદની ઉમટી:દામોદર કુંડે જલઝીલણી એકાદશીએ પિતૃતર્પણ અર્થે ભાવિકોનું ઘોડાપૂર: મોક્ષ પીપળે જળ ચડાવી સુખ-શાંતિ અને પિતૃમોક્ષની પ્રાર્થના કરાઈ

    15 hours ago

    ​પવિત્ર ભાદરવા માસની અગિયારસ એટલે કે દાન એકાદશી અને જલઝીલણી એકાદશીના આધ્યાત્મિક પ્રસંગે આજે જૂનાગઢ સ્થિત પ્રાચીન અને પવિત્ર તીર્થક્ષેત્ર દામોદર કુંડ ખાતે શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ભાદરવા મહિનાના આજના મહાપવિત્ર દિવસે દામોદર કુંડના પાવન જળમાં સ્નાન અને પિતૃતર્પણ કરવાનું અનન્ય અને મહાત્મ્ય હોવાના કારણે રાજ્યના ખૂણે-ખૂણેથી તેમજ દૂર-દૂરના વિસ્તારોમાંથી હજારો ભાવિક ભક્તો પિતૃકાર્ય સંપન્ન કરવા માટે અહીં પહોંચ્યા છે. ગિરનારની તળેટીમાં આવેલો સોનરખ નદીનો આ કુંડ ધાર્મિક અને પૌરાણિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર માનવામાં આવે છે, જ્યાં રોજ સવારે ભક્તકવિ નરસિંહ મહેતા પોતે સ્નાન કરવા આવતા હતા તેવી લોકવાયકા છે. ​દામોદર કુંડ તીર્થક્ષેત્રના પ્રમુખ નિલેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે આજે ભાદરવા સુદ અગિયારસ છે, જેને શાસ્ત્રોમાં દાન એકાદશી તેમ જ જલઝીલણી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં આ દિવસનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણએ આ દિવસે પૃથ્વી પર પ્રથમવાર દાન લીધું હોવાની પૌરાણિક માન્યતા છે. આ ઉપરાંત સમગ્ર ભાદરવો મહિનો પિતૃઓ માટે સમર્પિત માનવામાં આવે છે અને તેમાં પણ એકાદશી તિથિ પિતૃકાર્ય માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે. આજના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરીને પિતૃતર્પણ કરવાથી પિતૃઓને મોક્ષપ્રાપ્તિ થાય છે તેમજ અહીં આવેલા મોક્ષ પીપળે શ્રદ્ધાપૂર્વક જળ અર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે અને પરિવારમાં સુખ, શાંતિ તથા કલ્યાણ થાય છે. ​જૂનાગઢના આ પવિત્ર તીર્થ પરિસરમાં આજે સવારના વહેલી પરોઢથી જ અત્યંત ભાવુક, શ્રદ્ધામય અને ભક્તિસભર માહોલ જોવા મળી રહ્યો છે. પિતૃઓની અક્ષય શાંતિ અને મોક્ષપ્રાપ્તિ અર્થે શ્રદ્ધાળુઓ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર તર્પણ, પિંડદાન અને મોક્ષ પીપળે જળ અર્પણ કરીને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. દામોદર કુંડના પાણીમાં અસ્થિ પધરાવવાથી અને જલ સેવન કરવાથી અક્ષય પુણ્ય મળે છે તેવી ગાઢ આસ્થા સાથે આજના દિવસે દામોદરરાયજીના દર્શન કરી શ્રદ્ધાળુઓએ પોતાના જીવનને કૃતાર્થ માન્યું છે.
    Click here to Read More
    Previous Article
    બાપુનગરમાં વેપારીના ઘરમાંથી 46.60 લાખના દાગીના-રોકડની ચોરી:દાગીના બેગમાં મુક્યા બાદ એક મહિને જાણ થઈ, મુંબઈથી આવેલા મિત્ર અને તેના પરિવાર પર ચોરીની શંકા
    Next Article
    Key Accused In Bihar Shocker Shot In Police Encounter, Taken To Hospital

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment