Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાપુનગરમાં વેપારીના ઘરમાંથી 46.60 લાખના દાગીના-રોકડની ચોરી:દાગીના બેગમાં મુક્યા બાદ એક મહિને જાણ થઈ, મુંબઈથી આવેલા મિત્ર અને તેના પરિવાર પર ચોરીની શંકા

    15 hours ago

    શહેરના બાપુનગર વિસ્તારમાં સુંદરમનગરમાં રહેતા વેપારીના ઘરમાંથી ₹ 46.60 લાખના સોના-ચાંદીના દાગીના ગાયબ થવાની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. મુંબઈથી આવેલા વેપારીના મિત્ર અને તેમના જ પરિવારજનો ઉપર વેપારીએ ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરી છે. બાપુનગર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી હાલ તપાસ શરૂ કરી છે. પત્નીએ દાગીના પેટાપલંગમાં રાખ્યા હતા બાપુનગર વિસ્તારમાં રિઝવાન પઠાણ જનતા ફ્રાય નામની હોટલ ચલાવે છે અને ત્રણ માળના મકાનમાં સંયુક્ત પરિવાર સાથે રહે છે. પરિવાર દ્વારા અલગ-અલગ સમયે ખરીદવામાં આવેલા લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમ તેમની પત્ની પેટીપલંગમાં બેગમાં રાખતાં હતાં. પ્રસંગમાં જવા માટે રિઝવાનની ભાભીએ દાગીના પહેરવા માટે લીધા હતા અને પ્રસંગ પૂરો થયા બાદ પરત આપી દીધા હતા. દાગીના પરત મળ્યા બાદ પત્નીએ તેને ફરી બેગમાં મૂકી પેટીપલંગમાં રાખી દીધા હતા. એક મહિના પહેલા મિત્ર અને પત્ની મુંબઈથી આવ્યા હતા એક મહિના પહેલાં મુંબઈમાં રહેતો રિઝવાનનો મિત્ર નાસીરઅલી શેખ તેની પત્ની અને દીકરા-દીકરી સાથે 12 દિવસ માટે અમદાવાદ આવ્યો હતો. રિઝવાનના ઘરે પરિવાર સાથે રોકાવાની વ્યવસ્થા ન થતાં તેણે અજીતમીલ ત્રણ માળીયામાં નાસીર માટે રહેવાની વ્યવસ્થા કરી હતી. જોકે, એક જ દિવસમાં નાસીરે ફોન કરીને ત્યાં આરામદાયક ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ નાસીરે પોતાની દીકરી અને દીકરાને રિઝવાનના ઘરે રહેવા માટે મોકલી દીધા હતા. બે દિવસ બાદ નાસીર પોતાના પરિવારને લઈને રિઝવાનની કારમાં અજમેર ગયો હતો. બેગ તપાસતા સોના-ચાંદીના દાગીના ગાયબ અજમેરથી પરત આવ્યા બાદ નાસીર પરિવાર સાથે ઓઢવ પોલીસ સ્ટેશન સામે આવેલી બર્સેલોના હોટલમાં રોકાયો હતો. દરમિયાન નાસીરની બેગ રિઝવાનના ઘરે રહી ગઈ હોવાથી તે બેગ લેવા માટે ફરી રિઝવાનના ઘરે ગયો હતો. રિઝવાન છેલ્લા છ વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યો છે. તબિયતને ધ્યાનમાં રાખીને ડોક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી હતી. જેથી રિઝવાન પત્ની સાથે ઉત્તરપ્રદેશમાં પોતાના ગામે ગયો હતો. થોડા દિવસ પહેલાં બંને અમદાવાદ પરત ફર્યા હતા. ત્યારબાદ પત્નીને રૂપિયાની જરૂર પડતાં તેણે પેટીપલંગ ખોલ્યું હતું. બેગ તપાસતા સોના-ચાંદીના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું. મિત્ર અને તેના પરિવાર પર ચોરીની આશંકા વ્યક્ત કરી આ મામલે તેમણે પોલીસને જાણ કરી હતી અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં રિઝવાને મુંબઈથી આવેલા તેના મિત્ર નાસીરઅલી શેખ અને તેના પરિવારના સભ્યો દ્વારા દાગીનાની ચોરી કરી હોવાની શક્યતા વ્યક્ત કરી છે. જો કે, પોલીસ દ્વારા હજુ સુધી કોઈને આરોપી જાહેર કરવામાં આવ્યો નથી. ફરિયાદના આધારે પોલીસ તમામની પૂછપરછ બાદ કાર્યવાહી કરશે.
    Click here to Read More
    Previous Article
    પાટણની શેઠ એમ. એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રાજ્ય ગણિત મહોત્સવમાં ચમક્યા:મોડલ પ્રેઝન્ટેશનમાં વેદને બીજું અને રોલ પ્લેમાં કહેરારામને ત્રીજું સ્થાન મળ્યું
    Next Article
    દામોદર કુંડે જલઝીલણી એકાદશીએ પિતૃતર્પણ માટે જનમેદની ઉમટી:દામોદર કુંડે જલઝીલણી એકાદશીએ પિતૃતર્પણ અર્થે ભાવિકોનું ઘોડાપૂર: મોક્ષ પીપળે જળ ચડાવી સુખ-શાંતિ અને પિતૃમોક્ષની પ્રાર્થના કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment