Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં એક્સપાયરી દવાના ઢગલા મુદ્દે આરોગ્ય તંત્ર સામે સવાલો:એક્સપાયરી ટેબ્લેટ્સ-સિરપનો જથ્થો સળગાવવાનો પ્રયાસ થયાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ, તપાસની માગ

    8 hours ago

    દાહોદ જિલ્લાના લીમખેડા વિસ્તારમાં ઇન્દોર-અમદાવાદ હાઇવે નજીક ખુલ્લા વિસ્તારમાં એક્સપાયરી ડેટની દવાઓનો મોટો જથ્થો પડ્યો હોવાનો આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, સ્થળ પર ટેબ્લેટ્સ, સિરપ સહિતની વિવિધ મેડિકલ પ્રોડક્ટ્સનો જથ્થો જોવા મળ્યો છે અને તેને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. 'આરોગ્ય અને પર્યાવરણને નુકસાન થવાની શક્યતા' યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે કે, એક્સપાયર થયેલી દવાઓનો આ રીતે ખુલ્લામાં નિકાલ કરવાથી આસપાસના વિસ્તારમાં આરોગ્ય અને પર્યાવરણને નુકસાન થવાની શક્યતા છે. વરસાદ કે પવનના કારણે દવાઓના અવશેષો જમીન અથવા પાણીના સ્ત્રોત સુધી પહોંચે તો તેની અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. ખુલ્લામાં પડેલો દવાનો જથ્થો પશુઓના સંપર્કમાં આવવાની શક્યતા અંગે પણ તેમણે સવાલ ઉઠાવ્યો છે. 'દવાઓનો નિકાલ કરવાની જવાબદારી કોની હતી' આટલી મોટી માત્રામાં એક્સપાયરી દવાઓ ખુલ્લામાં કેવી રીતે પહોંચી તે અંગે તપાસની માગ કરતાં યુવરાજસિંહે સવાલ કર્યો છે કે, આ જથ્થો કોઈ હોસ્પિટલ, મેડિકલ સ્ટોર કે દવા ડિસ્ટ્રિબ્યુટર સાથે સંકળાયેલો છે કે કેમ? દવાઓનો નિકાલ કરવાની જવાબદારી કોની હતી અને નિયમ મુજબ તેનો નાશ કરવામાં આવ્યો હતો કે નહીં તે અંગે પણ સ્પષ્ટતા કરવાની માગ કરવામાં આવી છે. 'નિકાલની પ્રક્રિયામાં નિયમોનું પાલન થયું કે નહીં' યુવરાજસિંહે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) તથા સ્થાનિક આરોગ્ય તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમના આક્ષેપ મુજબ, આટલો મોટો જથ્થો ખુલ્લામાં પડ્યો હોવા છતાં જવાબદાર તંત્રને તેની જાણ કેવી રીતે ન થઈ તે તપાસનો વિષય છે. તેમણે સમગ્ર મામલાની તાત્કાલિક તપાસ કરી દવાઓ ક્યાંથી આવી, કોની માલિકીની હતી અને નિકાલની પ્રક્રિયામાં નિયમોનું પાલન થયું કે નહીં તે બહાર લાવવાની માગ કરી છે. યુવરાજસિંહે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે જણાવ્યું છે કે જાહેર આરોગ્ય અને પર્યાવરણ સાથે જોડાયેલા આવા મામલે તંત્રએ ગંભીરતાથી તપાસ કરવી જોઈએ. જોકે, દવાઓનો જથ્થો કોનો છે, તે કઈ રીતે ત્યાં પહોંચ્યો અને ખરેખર સળગાવવાનો પ્રયાસ થયો હતો કે નહીં તે અંગે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    ડાયરેક્ટર, રાઈટર અને પ્રોડ્યુસર સુકુમારની એકતાનગર પહોંચ્યા:બેસ્ટ સ્ક્રિનપ્લે રાઈટરના પુરસ્કારથી સન્માનિત કરાશે
    Next Article
    મોરબી સિરામિક ઉદ્યોગના એક્સપોર્ટમાં 70% સુધીનો ઘટાડો:લોકલ માર્કેટમાં પણ 25% માંગ ઘટી, ગેસના ભાવ બમણા થતા મુશ્કેલી વધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment