Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી સિરામિક ઉદ્યોગના એક્સપોર્ટમાં 70% સુધીનો ઘટાડો:લોકલ માર્કેટમાં પણ 25% માંગ ઘટી, ગેસના ભાવ બમણા થતા મુશ્કેલી વધી

    9 hours ago

    ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને વૈશ્વિક મંદીના કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. ગેસના ભાવમાં થયેલો બમણો વધારો અને કન્ટેનરના ભાડામાં ઉછાળાને કારણે નિકાસમાં 70% સુધીનો ઘટાડો નોંધાયો છે, જ્યારે સ્થાનિક બજારમાં માંગ 25% ઘટી જતાં કારખાનેદારો માટે પ્લાન્ટ ચાલુ રાખવા મુશ્કેલ બન્યા છે. યુદ્ધના કારણે ગેસ પુરવઠો અને ભાવ અસરગ્રસ્ત ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થતાં જ ગેસની અછત સર્જાઈ હતી, જેના કારણે બે મહિના સુધી ફેક્ટરીઓ બંધ રાખવી પડી હતી. ત્યારબાદ ગેસ પુરવઠો શરૂ થયો પરંતુ તેના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલ વધી ગયેલા ઉત્પાદન ખર્ચ વચ્ચે બજારમાં ટકી રહેવું ઉદ્યોગકારો માટે મોટો પડકાર બની ગયું છે. ઈંધણના ભાવમાં મસમોટો ઉછાળો નોંધાયો મોરબી સિરામિક એસોસિએશનના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીમાં નેચરલ ગેસ 42 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર અને પ્રોપેન ગેસ 56 રૂપિયા હતો. આજે નેચરલ ગેસ 90રૂપિયા અને પ્રોપેન ગેસ 98રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર પહોંચી ગયો છે. આમ ગેસના ભાવ લગભગ બમણા થઈ જતાં ઉત્પાદન ખર્ચમાં અસહ્ય વધારો થયો છે. કન્ટેનરની અછત અને નિકાસમાં મોટો ઘટાડો મોંઘા ભાડા ચૂકવવા છતાં નિકાસ માટે સમયસર કન્ટેનર મળતા નથી, જેનાથી ઇન્ટરનેશનલ માર્કેટ ગુમાવવાનો વારો આવ્યો છે. અગાઉના વર્ષના પ્રથમ ત્રિમાસિકના 616 યુએસ બિલિયન એક્સપોર્ટ સામે ચાલુ વર્ષે માત્ર 186 યુએસ બિલિયનનું જ એક્સપોર્ટ થઈ શક્યું છે. ગોડાઉનો છલકાયા અને ફેક્ટરીઓ બંધ થવાના એંધાણ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ ઘટતા કારખાનાઓના ગોડાઉન તૈયાર માલથી ભરાઈ ગયા છે. આ સંજોગોમાં ઓવર પ્રોડક્શન રોકવા ઘણા ઉદ્યોગકારોએ ઉત્પાદન બંધ કરવાની નોબત આવી છે. જો સ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં વધુ એકમો બંધ થાય તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં એક્સપાયરી દવાના ઢગલા મુદ્દે આરોગ્ય તંત્ર સામે સવાલો:એક્સપાયરી ટેબ્લેટ્સ-સિરપનો જથ્થો સળગાવવાનો પ્રયાસ થયાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ, તપાસની માગ
    Next Article
    બનાસકાંઠામાં ડૉ. બ્રીજલ પટેલે ફિઝિયોથેરાપી મશાલ રેલી યોજી:World Physiotherapy Congress 2026 માટે જાગૃતિ ફેલાવી, એકતાનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment