Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:દર રવિવારે સાફસફાઈ કરી, છતાં કચરો ફરી દેખાયો; યુવાનોએ હવે માનસિકતા બદલવાનું બીડું ઝડપ્યું

    1 day ago

    દહેગામમાં કેટલાક યુવાઓએ સ્વચ્છતા માટે હાથમાં ઝાડુ તો લીધું, પરંતુ થોડા સમય બાદ સમજાયું કે માત્ર રસ્તા પરથી કચરો ઉપાડવાથી શહેર સ્વચ્છ નહીં બને, લોકોની કચરો ફેંકવાની ટેવ બદલવી પણ એટલી જ જરૂરી છે. આ વિચાર સાથે ‘myindiamyrespo’ ટીમ દ્વારા ફેબ્રુઆરી 2026થી દર રવિવારે સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ટીમે દહેગામના 20થી વધુ સ્થળોએ સફાઈ કરી છે અને 25થી વધુ વૃક્ષોનું વાવેતર કરી તેમના જતનની જવાબદારી પણ ઉઠાવી છે. જોકે સફાઈ દરમિયાન ટીમને વારંવાર એક જ અનુભવ થતો હતો. રવિવારે કોઈ સ્થળની મહેનતથી સફાઈ કરવામાં આવે અને થોડા દિવસ બાદ ત્યાં ફરી કચરાના ઢગલા જોવા મળે. વારંવારની આ સ્થિતિએ યુવાઓને વિચારવા મજબૂર કર્યા કે કચરો સાફ કરવાની સાથે તેને ફરી ન થવા દેવાની રીત પણ શોધવી પડશે. આ પછી જ્યાં લોકો વારંવાર કચરો ફેંકે છે તેવા સ્થળોએ ટીમે તીખા સંદેશવાળા બોર્ડ લગાવવાનું શરૂ કર્યું. વિચારવા મજબૂર કરતા સંદેશો દ્વારા લોકોને પોતાની જવાબદારીનો અહેસાસ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ટીમનું કહેવું છે કે હેતુ કોઈ વ્યક્તિનું અપમાન કરવાનો નહીં, પરંતુ કચરો ફેંકતા પહેલાં એક ક્ષણ વિચારવાની ટેવ પાડવાનો છે. 25થી વધુ વૃક્ષો વાવી માત્ર ફોટા પડાવીને અટકી જવાને બદલે તેના નિયમિત જતનની જવાબદારી પણ ટીમના સભ્યો નિભાવી રહ્યા છે. યુવાઓનો સંદેશ સ્પષ્ટ છે કે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર સફાઈ કર્મચારીઓની નહીં, પરંતુ દરેક નાગરિકની છે. રસ્તા પરથી કચરો ઉપાડવાની સાથે કચરો ન ફેંકવાની માનસિકતા વિકસે, એ જ આ અભિયાનનો મુખ્ય હેતુ છે. એકને વિચાર આવ્યો, અન્ય મિત્રોએ સમર્થન આપ્યું આ અભિયાનની શરૂઆત યુવરાજ ભાવસારને પોતાના વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવાનો વિચાર આવ્યો ત્યારથી થઈ હતી. મિત્ર મિત મેહતાના સહયોગથી શરૂ થયેલી કામગીરીમાં ધીમે ધીમે અન્ય યુવાનો પણ જોડાયા. યુવરાજ ભાવસાર, મિત મેહતા, યશ શુખડિયા, પ્રથમ પ્રજાપતિ, પ્રિયંક પ્રજાપતિ, રાજ દરજી, ધવલ શાહ અને મૌલિક મકવાણા સહિતના યુવાનો દર રવિવારે સમય ફાળવી અભિયાનમાં જોડાય છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે:10 ઓક્ટોબરે મયુર હોસ્પિટલ ખાતે, રાજકોટ એઈમ્સના 40 નિષ્ણાત તબીબો આપશે સેવા
    Next Article
    Andhra Woman Dies After Falling Into Hot Sambar Vessel During Ganesh Event

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment