Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે:10 ઓક્ટોબરે મયુર હોસ્પિટલ ખાતે, રાજકોટ એઈમ્સના 40 નિષ્ણાત તબીબો આપશે સેવા

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ સેવાલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ અંતર્ગત મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે. આ કેમ્પ આગામી ૧૦ ઓક્ટોબર, ૨૦૨૬ના શનિવારે સવારે ૮:૦૦ કલાકે મયુર હોસ્પિટલ ખાતે યોજાશે. આ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પના આયોજન અંગે કલેકટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક કલેકટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને અને રાજકોટ એઈમ્સના ડિરેક્ટર તથા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની હાજરીમાં થઈ હતી. બેઠક દરમિયાન મોરબી જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ મળે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ એઈમ્સના આશરે ૪૦ નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ ટીમ કેમ્પમાં હાજર રહેશે. તેઓ જરૂરી તબીબી તપાસ, નિદાન અને સારવાર આપશે. આ ઉપરાંત, લોકોને વ્યસનમુક્ત જીવન તરફ પ્રેરિત કરવા માટે મોરબી જિલ્લામાં ‘નશા મુક્તિ અભિયાન’ ચલાવવા અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. સાંસદે સૂચન કર્યું હતું કે આ અભિયાનમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ અને સામાજિક ક્ષેત્રના પ્રતિનિધિઓને જોડવા જોઈએ. મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનો મોરબી શહેર અને જિલ્લાના વધુમાં વધુ નાગરિકો લાભ લે તે માટે જરૂરી આયોજન કરવા સૂચનાઓ અપાઈ હતી. લોકોને કેમ્પ અંગે માહિતી આપી તેમને પ્રેરિત કરવા પણ અધિકારીઓ અને પદાધિકારીઓને કહેવામાં આવ્યું હતું. બેઠકમાં મેયર ઉત્તમભાઈ સુરાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, મેડિકલ કોલેજના ડીન ડો. અનિલ બિશ્વાસ, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રકાશ દુધરેજીયા, જિલ્લા આરોગ્ય અધિકારી પવનકુમાર શ્રીવાસ્તવ, તાલુકા આરોગ્ય અધિકારીઓ અને વિવિધ આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    AMCના પ્લોટ ભાડે લીધા બાદ વિગતો દર્શાવતું બોર્ડ લગાવવું પડશે:ભાડે લેનારનું નામ, સમય અને હેતુ ફરજીયાત જણાવવો પડશે, ગેરરીતિને રોકવા માટે નિર્ણય
    Next Article
    સિટી એન્કર:દર રવિવારે સાફસફાઈ કરી, છતાં કચરો ફરી દેખાયો; યુવાનોએ હવે માનસિકતા બદલવાનું બીડું ઝડપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment