Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાંથી માતાજીની માંડવીઓ સાથે અનેક સંઘોનું અંબાજી તરફ પ્રયાણ:બગવાડા ચોકમાં સંઘોનો ભવ્ય મેળાવડો, સામૂહિક મહાઆરતી બાદ પદયાત્રા શરૂ

    10 hours ago

    અંબાજીમાં ભાદરવા સુદ પૂનમના પવિત્ર મેળાનો પ્રારંભ થતાં પાટણમાંથી મોટી સંખ્યામાં માઈભક્તોએ અંબાજી તરફ પદયાત્રા શરૂ કરી હતી. સોમવારે રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાંથી અનેક પગપાળા સંઘો માતાજીની માંડવીઓ અને ધજા સાથે ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના જયઘોષ સાથે નીકળ્યા હતા. ભક્તિમય માહોલ વચ્ચે સંઘો બગવાડા દરવાજા ખાતે એકત્ર થયા બાદ અંબાજી તરફ પ્રસ્થાન કર્યું હતું. વિવિધ વિસ્તારોમાંથી સંઘો બગવાડા દરવાજા ખાતે પહોંચ્યા પાટણ શહેરમાંથી ઝીણીપોળ યુથ ક્લબનો જય અંબે પગપાળા સંઘ, ગુર્જરવાડા યુથ ક્લબ, નાગરલીમડી યુવક મંડળ, બીએસપી યુવક મંડળ, હરસિદ્ધ પગપાળા સંઘ, શાહના પાડાનું મણીભદ્ર યુવક મંડળ, રાજપુર યુવક મંડળ, દ્વારકેશ યુવક મંડળ, બળીયાપાડા, કસારવાડા યુવક મંડળ, અનાવાડા પાટીદાર યુથ ક્લબ અને લોટેશ્વર યુવક મંડળ સહિતના સંઘો પોતાના વિસ્તારોમાંથી માતાજીની માંડવીઓ અને ધજા સાથે વાજતે-ગાજતે નીકળ્યા હતા. બગવાડા ચોકમાં ભક્તિમય માહોલ તમામ સંઘો બગવાડા ચોક ખાતે એકત્ર થતાં સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. અહીં મોટી સંખ્યામાં માઈભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય મહામંડલેશ્વર 1008 મહંત જાનકીદાસ બાપુ, શ્રી રામ આશરા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, ધરણીધર ઢીમા, સ્વચ્છતા સૈનિકો, સામાજિક આગેવાનો અને વડીલોની ઉપસ્થિતિમાં માતાજીની ગરબીઓની સામૂહિક મહાઆરતી કરવામાં આવી હતી. જયઘોષ સાથે અંબાજી તરફ પ્રયાણ મહાઆરતી બાદ ભક્તોએ મા જગદંબાના જયજયકાર સાથે અંબાજી તરફ પદયાત્રા શરૂ કરી હતી. સંઘોને વિદાય આપવા માટે પણ મોટી સંખ્યામાં લોકો બગવાડા સુધી પહોંચ્યા હતા. ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી બગવાડા ચોક અને આસપાસનો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ભક્તોમાં માતાજીના દર્શન અને અંબાજીના પવિત્ર મેળામાં જોડાવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નેશનલ ફિલ્મ ઍવોર્ડ 2026:રણદીપ હુડ્ડા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યાં
    Next Article
    India At Asian Games 2026 Day 3: Full Schedule, Match Timings For Tuesday Events

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment