Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાગાલેન્ડની ફિલ્મ 'અંગ'ને ઓસ્કરમાં સીધી એન્ટ્રી:ધર્મ પરિવર્તન અને પરંપરાઓ ગુમાવવાની કહાની; મરાઠી ફિલ્મ ગોંધલ પણ રેસમાં

    6 hours ago

    નાગાલેન્ડની ફિલ્મ 'અંગ'ને 2027ના ઑસ્કર અવોર્ડ્સની 'ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ' કેટેગરીમાં સીધી એન્ટ્રી મળી છે. આ વર્ષે ભારત તરફથી ઑસ્કર માટે જતી તે બીજી ફિલ્મ હશે. આ પહેલાં મરાઠી ફિલ્મ 'ગોંધલ'ને ભારતની સત્તાવાર એન્ટ્રી મળી હતી. વાસ્તવમાં, 'અંગ'એ ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) 2026માં પ્લેટફોર્મ પ્રાઇઝ જીત્યો છે. આ જ પુરસ્કારને કારણે ફિલ્મને ઑસ્કરમાં સીધી એન્ટ્રી મળી છે. નાગા ફિલ્મમેકર થેજા રિયોની આ ફિલ્મ ધર્મપરિવર્તનથી પોતાની સંસ્કૃતિ બચાવવાનો પ્રયાસ કરતા એક આદિવાસી વ્યક્તિની વાર્તા છે. આ વર્ષે TIFFમાં પસંદગી પામેલી તે એકમાત્ર ભારતીય ફિલ્મ હતી. ફિલ્મમાં સંસ્કૃતિ બચાવવાની વાર્તા અંગની વાર્તા 1960ના દાયકાના નાગાલેન્ડની છે, જ્યાં એક અમેરિકન મિશનરીના આગમન બાદ ગામની પરિસ્થિતિ બદલાવા લાગે છે. મોટા ભાગના ગ્રામજનો ધર્મ બદલી લે છે અને પોતાની જૂની પરંપરાઓ છોડી દે છે, જેના કારણે ગામ ખાલી જેવું થઈ જાય છે. આદિવાસી મુખિયા અંગ્બા પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા માંગે છે, જ્યારે તેનો પુત્ર આ નવી જીવનશૈલી અને ધર્મ તરફ આકર્ષિત થવા લાગે છે. ઑસ્કરમાં એન્ટ્રી સાથે 20 હજાર કેનેડિયન ડૉલરનું ઇનામ 'અંગ'ને TIFFની પ્લેટફોર્મ જ્યુરીએ તેની અલગ વિચારસરણી, ઉત્તમ નિર્માણ અને વાર્તા માટે બિરદાવ્યું. આ પુરસ્કાર હેઠળ નિર્માતાઓને 20,000 કેનેડિયન ડૉલરનું ઇનામ મળ્યું છે. આ ઇનામ મેળવનારી ફિલ્મને ઑસ્કર માટે સીધી પાત્રતા મળી જાય છે. આ ફિલ્મમાં મોટાભાગના કલાકારો નાગાલેન્ડના સ્થાનિક અને આદિવાસી સમુદાયમાંથી છે. તેમની સાથે બાફ્ટા એવોર્ડ (બ્રિટિશ એકેડેમી ફિલ્મ પુરસ્કાર) વિજેતા બ્રિટિશ અભિનેતા ડગ્લસ હેનશોલ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. 'અંગ'નું દિગ્દર્શન થેજા રિયોએ કર્યું છે અને આ તેમની 2021માં આવેલી આ જ નામની શોર્ટ ફિલ્મનું જ વિસ્તૃત સ્વરૂપ છે. 'ગોંધલ' ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રી મરાઠી ફિલ્મ 'ગોંધલ'ને 99મા એકેડેમી અવોર્ડ્સ (ઓસ્કર 2027) માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. મરાઠી લોક પરંપરા પર બનેલી આ થ્રિલર ફિલ્મને ઓસ્કર સમારોહમાં 'બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ' કેટેગરીમાં મોકલવામાં આવશે. આ વખતે ઓસ્કરની રેસમાં ભારત તરફથી ધુરંધર, બોર્ડર-2, હનુમાન અંશ સહિત 33 ફિલ્મો સામેલ થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    Pranit More Controversy: Crowd Work में 370 Rupaye Vasool और Biryani वाले जोक पर बवाल | Social List
    Next Article
    બોટાદમાં બેંક ઓફ બરોડા અને નગરપાલિકાએ મેગા ધિરાણ કેમ્પ યોજ્યો:પીએમ સ્વનિધિ યોજના હેઠળ પ્રથમ, બીજી અને ત્રીજી લોન માટે 100થી વધુ ફેરિયાઓને લાભ મળ્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment