Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પનામાના કાર્ગો શિપે ચીની બોટને ટક્કર મારી:બોટમાં પાણી ભરાયું પછી આગ લાગી, માછલીથી ભરેલા બોક્સ દરિયામાં પડ્યા

    6 hours ago

    સિંગાપુર નજીક પનામાના ધ્વજવાળું કાર્ગો જહાજ માછીમારી કરતી ચીની બોટ સાથે અથડાયું. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ‘ફર્સ્ટ માર્ગોક્સ’ નામનું માલવાહક જહાજ પાછળથી માછીમારી કરતી ‘લુકિંગ યુઆનયુ 108’ નામની બોટ તરફ ઝડપથી આવે છે અને તેના એક ભાગ સાથે અથડાઈ જાય છે. ટક્કર બાદ નાની બોટ ફરવા લાગી અને તેનું ડેક પાણીથી ભરાઈ ગયું. બોટ પર હાજર ક્રૂના સભ્યો રેલિંગ પકડીને પોતાને સંભાળતા નજરે પડ્યા. આ અકસ્માત 17 સપ્ટેમ્બરની સાંજે આશરે 5 વાગ્યે થયો હતો. બંને જહાજો સવારે સિંગાપુર નજીકના એક જ બંદરેથી રવાના થયા હતા અને સિંગાપુર સ્ટ્રેટની પશ્ચિમ તરફ જતા એક જ ચેનલમાં આગળ વધી રહ્યા હતા. અકસ્માત સાથે જોડાયેલી તસવીરો જુઓ… કાર્ગો શિપ ઓવરટેક કરવા માગતું હતું પનામા કાર્ગો શિપ ખરેખર માછલી પકડતી બોટને ઓવરટેક કરી રહ્યું હતું. અહેવાલ મુજબ, તેની ઝડપ લગભગ 3 નોટ વધુ હતી. ટક્કર બાદ પણ માલવાહક જહાજ લગભગ 2 કલાક સુધી 10 નોટની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધતું રહ્યું. ત્યાર બાદ તે અટકી ગયું. આ અકસ્માતમાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. માછલી પકડતી બોટનો AIS સિગ્નલ ટક્કર બાદ પણ મળતો રહ્યો. તેનાથી જાણવા મળે છે કે અકસ્માત બાદ પણ બોટ આગળ વધતી રહી અને બાદમાં નજીકના એક બર્થ સુધી પહોંચી ગઈ. ત્રીજા જહાજને કારણે ટક્કર થઈ હોઈ શકે છે મેરીટાઇમ એનાલિસ્ટ સાલ મર્કોગ્લિયાનોને સોશિયલ મીડિયા પર જણાવ્યું કે શક્ય છે કે પનામા કાર્ગો શિપના માર્ગમાં ત્રીજું બલ્ક કેરિયર આવી ગયું હોય. તેના કારણે નાની માછીમારી બોટ બે મોટા જહાજો વચ્ચે ફસાઈ ગઈ હોય. તેમણે એમ પણ કહ્યું કે કોઈ જહાજની ટક્કરના વીડિયોમાં માત્ર એક જ બાજુનું દૃશ્ય જોવા મળે છે, તેથી માત્ર વીડિયો જોઈને સમગ્ર પરિસ્થિતિ સમજવી મુશ્કેલ હોય છે. પનામા મેરીટાઇમ ઓથોરિટીએ અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. સિંગાપોરની મેરીટાઇમ એન્ડ પોર્ટ ઓથોરિટી તરફથી હજુ સુધી કોઈ જાહેર નિવેદન આવ્યું નથી. મલક્કા સ્ટ્રેટ વિશ્વના વ્યસ્ત દરિયાઈ માર્ગોમાં સામેલ અકસમાત સિંગાપોર સ્ટ્રેટમાં થયો હતો, જે મલક્કા સ્ટ્રેટની નજીક છે. સિંગાપોર અને મલક્કા સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગોમાં સામેલ છે. આ એશિયા, યુરોપ અને મિડલ ઈસ્ટ વચ્ચેના દરિયાઈ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગો છે. વિશ્વના લગભગ 40% વૈશ્વિક વેપારનો માલ આ દરિયાઈ માર્ગો પરથી પસાર થાય છે. આ ઉપરાંત, દરિયાઈ માર્ગે થતા વિશ્વના લગભગ એક-તૃતીયાંશ તેલ પરિવહન માટે પણ આ માર્ગો મહત્વપૂર્ણ છે. દરરોજ મોટી સંખ્યામાં કન્ટેનર શિપ, ઓઇલ ટેન્કર અને અન્ય માલવાહક જહાજો અહીંથી પસાર થાય છે.
    Click here to Read More
    Previous Article
    बेंगलुरु के जिम में महिला की तरफ 20 किलो की प्लेट्स फेंकते हुए शख्स का वीडियो वायरल, कल्ट ने रद्द की मेंबरशिप
    Next Article
    'Gemini'એ બાઈકવાળાને સીધો દોર કર્યો:બેંગલુરુમાં CEOએ AI ટૂલને બનાવ્યો વકીલ; કારને ટક્કર મારી દાદાગીરી કરી, પોલીસે ખવડાવ્યું સમોસું અને આરોપીએ માગી માફી; રસપ્રદ કિસ્સો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment