Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'Gemini'એ બાઈકવાળાને સીધો દોર કર્યો:બેંગલુરુમાં CEOએ AI ટૂલને બનાવ્યો વકીલ; કારને ટક્કર મારી દાદાગીરી કરી, પોલીસે ખવડાવ્યું સમોસું અને આરોપીએ માગી માફી; રસપ્રદ કિસ્સો

    7 hours ago

    ટેકનોલોજી સામાન્ય માણસના રોજિંદા કાનૂની મામલાઓને કેવી રીતે સરળ બનાવી શકે છે, તેનો એક રસપ્રદ કિસ્સો બેંગલુરુથી સામે આવ્યો છે. સામાન્ય રીતે લોકો પોલીસ ફરિયાદ કે કાનૂની આંટીઘૂંટીથી દૂર ભાગતા હોય છે, પરંતુ બેંગલુરુ સ્થિત એક સ્ટાર્ટઅપ ફાઉન્ડરે રોડ-રેજની ઘટના બાદ વકીલ પાસે જવાને બદલે ગુગલના AI ચેટબોટ ‘Gemini’ની મદદ લીધી. પરિણામ એ આવ્યું કે ગણતરીના દિવસોમાં જ કારને ટક્કર મારનાર બાઈકરે માફીપત્ર લખી આપવું પડ્યું અને નુકસાનીના પૈસા પણ ચૂકવવા પડ્યા. શું હતી સમગ્ર ઘટના? 'ભારતએગ્રી' (BharatAgri)ના ફાઉન્ડર અને CEO સિદ્ધાર્થ દિયાલાનીએ સોશિયલ મીડિયા પર પોતાની કાર પર પડેલા ડેન્ટના ફોટા સાથે આ સમગ્ર ઘટનાની વિગતો શેર કરી હતી. સિદ્ધાર્થે જણાવ્યું કે થોડા દિવસો પહેલાં બેંગલુરુમાં તેઓ રોડ-રેજનો ભોગ બન્યા હતા. તેમની સાથે બનેલી ઘટના મુજબ, એક બાઈકચાલક પોતાની પત્ની સાથે જઈ રહ્યો હતો ત્યારે તેને વહેમ પડ્યો કે સિદ્ધાર્થની કાર તેની બાઈક સાથે અડી ગઈ છે. આ પછી બાઈકરે ઝઘડો શરૂ કર્યો હતો. સિદ્ધાર્થના જણાવ્યા અનુસાર, "તેણે મારી કાર રોકાવી, જોરથી કારના દરવાજે લાત મારી અને પછી પોતાની બાઈક સ્ટાર્ટ કરીને પાછળથી મારી કારમાં ઠોકી દીધી." આટલું જ નહીં, તેણે કારને ઓવરટેક કરીને ડરાવવાના ઈરાદાથી વારંવાર અચાનક બ્રેક પણ મારી હતી. જોકે, ગુસ્સામાં આવેલા બાઈકરને અંદાજ નહોતો કે આ સમગ્ર હરકત કારના ડેશકેમ (Dashcam)માં રેકોર્ડ થઈ રહી હતી. AI બન્યો ‘કાનૂની સલાહકાર’ ઘટના બાદ સિદ્ધાર્થે કાયદાકીય પ્રક્રિયા જાતે સમજવાને બદલે AI ટૂલ Geminiનો સહારો લીધો. Gemini એ કોરમંગલા પોલીસ સ્ટેશન માટે એક સચોટ અને વિગતવાર ફરિયાદ પત્ર ડ્રાફ્ટ કરી આપ્યો. એટલું જ નહીં, AI એ તેમને એ પણ સલાહ આપી કે અરજી જમા કરાવ્યા પછી પોલીસ પાસેથી તેની ‘લેખિત પહોંચ’ (Acknowledgement Receipt) લેવી અનિવાર્ય છે. સિદ્ધાર્થે ડેશકેમના ફૂટેજ અને પુરાવા સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તેમણે રમૂજી અંદાજમાં લખ્યું કે, "જ્યાં સુધી મને પહોંચ ન મળી ત્યાં સુધી હું ત્યાંથી ન હલ્યો. ફિલ્મોની જેમ પોલીસે મને સમોસું ખવડાવ્યું અને ડેશકેમના ફૂટેજમાંથી બાઈકનો નંબર શોધીને ડેટાબેઝમાંથી આરોપીનો સંપર્ક કર્યો." FIRની ચેતવણી મળતાં જ બાઈકર નરમ પડ્યો પોલીસે બાઈકરને પોલીસ સ્ટેશન બોલાવ્યો ત્યારે શરૂઆતમાં તેણે એવો દાવો કર્યો કે પહેલાં કારચાલકે ટક્કર મારી હતી. પરંતુ જ્યારે પોલીસે ડેશકેમના વીડિયો પુરાવા બતાવ્યા અને FIR તથા ક્રિમિનલ કેસ નોંધવાની ચેતવણી આપી, ત્યારે તે સીધો દોર થઈ ગયો. આખરે તેણે લેખિતમાં માફી માંગી અને કારના રિપેરિંગ માટે થયેલું આર્થિક નુકસાન પણ ચૂકતે કર્યું. પોતાની પોસ્ટના અંતમાં સિદ્ધાર્થે મજાકિયા અંદાજમાં લખ્યું કે, "હવે Gemini મારો વકીલ બની ગયો છે!" આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ છે અને 94 હજારથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. નેટિઝન્સ પણ કહી રહ્યા છે કે સરકારી પ્રક્રિયાઓ અને કાનૂની ડ્રાફ્ટિંગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સામાન્ય નાગરિકો માટે મોટો આશીર્વાદ સાબિત થઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પનામાના કાર્ગો શિપે ચીની બોટને ટક્કર મારી:બોટમાં પાણી ભરાયું પછી આગ લાગી, માછલીથી ભરેલા બોક્સ દરિયામાં પડ્યા
    Next Article
    સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલકોનું આવેદનપત્ર::જૂનાગઢમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન દ્વારા કલેક્ટર અને DEOને આવેદનપત્ર અપાયું; FRC, RTE અને શિક્ષણ વિધેયક સહિતની 4 મુખ્ય માગણીઓ રજૂ કરાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment