Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા સહિત બે રીઢા ગુનેગારો ઝડપાયા:અકોટાની બંધ ચાલીમાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, અજબડી મીલ પાસે સમાન વેચવા આવ્યા અને દબોચાયા

    10 hours ago

    વડોદરાના અકોટા વિસ્તારમાં ગત તા.4 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન અકોટા નવી ચાલ ખાતેના બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. અજાણ્યા ચોર ઈસમોએ મકાનોના દરવાજાના નકુચાઓ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ તિજોરીના લોક તોડી સોના-ચાંદીના મૂલ્યવાન દાગીના, ઘરવખરીના તાંબા-પિત્તળ તથા કાંસાના વાસણો, એલ્યુમિનિયમના તપેલા અને રોકડા રૂ.20,000 મળી કુલ રૂ.81,700ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. અજબડી મીલ પાસે વોચ ગોઠવી અને શકમંદો ઝડપાયા આ અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાને સત્વરે ઉકેલવા અને આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ કવર કરવા ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. એસ.એમ.ગામેતી, પી.આઈ. બી.ડી.જીટીયા તથા પી.આઈ. આર.એસ.ગોહીલની દોરવણી હેઠળ પી.એસ.આઈ. સી.ડી.યાદવ, પી.એસ.આઈ. એ.જે.રાઠવા અને તેમની ટીમના માણસો સતત પેટ્રોલીંગમાં રહી આરોપીઓની શોધખોળ કરી રહ્યા હતા. ત્રણ રસ્તા પર રિક્ષાને કોર્ડન કરી રોકી પાડી ને દબોચાયા પેટ્રોલીંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ઓટોરિક્ષા નંબર GJ-06-BW-8131માં એક પુરુષ અને એક મહિલા શંકાસ્પદ સ્થિતિમાં પિત્તળ અને ધાતુના વાસણો વેચવા માટે અજબડી મીલ તરફ આવી રહ્યા છે. બાતમી મળતા જ ટીમે ત્વરિત કાર્યવાહી કરી અજબડી મીલ અરબના તકિયા પાસેના ત્રણ રસ્તા પર જાહેરમાંથી રિક્ષાને કોર્ડન કરી રોકી પાડી હતી. રિક્ષાની તપાસ કરતા ચાલક સુનીલ ઉર્ફે જેરી પ્રવિણભાઇ સોલંકી (રહે. વુડાના મકાન, સનફાર્મા રોડ, વડોદરા) અને તેની સાથે બેસેલ મહિલા જ્યોતીબેન રયજીભાઇ શેખલીયા (રહે. અકોટા ગણપતિ મંદિર સામે, નવી ચાલી, વડોદરા) મળી આવ્યા હતા. તાંબા, પિત્તળ, એલ્યુમિનયમના વાસણો મળ્યા પોલીસે રિક્ષામાં રાખેલા વાસણો અંગે પૂછપરછ કરતા પિત્તળની 4 ડોલ, 7 જોડી પિત્તળના બેડા, 1 તાંબાની ડેગડી, 12 પિત્તળના થાળ, 16 કાંસાના વાટકા, 3 તાંબાના લોટા અને 7 નાના-મોટા એલ્યુમિનિયમના તપેલા મળી આવ્યા હતા. આ વાસણોના બિલ કે આધાર પુરાવા માંગતા બંને જણ ભાંગી પડ્યા હતા. વધુ ગહન પૂછપરછ દરમિયાન મહિલા આરોપી જ્યોતીબેને કબૂલાત કરી હતી કે આ વાસણો તેણે અને સુનીલે મળીને અકોટા નવી ચાલ ખાતે પોતાના પાડોશીના ઘરમાંથી દસેક દિવસ પહેલા રાત્રિના સમયે ચોરી કર્યા હતા. ચોરીનો માલ સગેવગે કરવા તેઓ આ ઓટોરિક્ષાનો ઉપયોગ કરી રહ્યા હતા. આરોપી અગાઉ અપહરણના ગુનામાં સંડોવણી પોલીસે રૂ.30,400ની કિંમતના વાસણો અને રૂ 1 લાખની કિંમતની ઓટોરિક્ષા મળી કુલ રૂ.1,30,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ અકોટા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરવામાં સફળતા મળી છે. પકડાયેલા આરોપી સુનીલ ઉર્ફે જેરીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા માલૂમ પડ્યું હતું કે તે અગાઉ 2019 માં સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી બનાવી માર મારી અપહરણ કરવાના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આગળની કાયદેસરની તપાસ અર્થે બંને આરોપીઓ અને મુદ્દામાલ અકોટા પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રામ મંદિરમાં 105 વખત દાનની ચોરી, CCTV ફૂટેજમાં દેખાઈ:સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, યુપી SITએ કહ્યું- 2 દિવસમાં ચાર્જશીટ રજુ કરી દઈશું
    Next Article
    'મારા ભાઈની હત્યા થઈ, અકસ્માત નથી':સુરતમાં અમીષ પટેલના મોત મામલે ન્યાયની માંગ સાથે પરિવારની વિશાળ રેલી, IGએ કહ્યું- 'તપાસ અન્ય અધિકારીઓને સોંપાશે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment