Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિમાં ઓનલાઇન ગરબા પાર્ટનર શોધતા પહેલાં ચેતજો:રૂબરૂ મળવા અવાવરુ જગ્યાએ પણ ન જતા, સાયબર ક્રાઈમની રાજયભરના ઈન્સ્ટા એકાઉન્ટ પર નજર

    9 hours ago

    આગામી 11 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થવાની છે, ત્યારે સોશિયલ મીડિયામાં ગરબા પાર્ટનર ભાડે મળશે તેવી પોસ્ટ ફરતી થઈ છે. સાયબર ક્રાઈમના મોનીટરીંગ દરમિયાન આ બાબત ધ્યાને આવતા પોસ્ટ મૂકનાર અમદાવાદ, સુરત અને મુંબઈના કેટલાક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોલ્ડરની પૂછપરછ કરાઈ છે. સાયબર ક્રાઇમે ઓનલાઇન ગરબા પાર્ટનર બુક કરાવતા પહેલાં ચેતવવા અપીલ કરી છે, કારણ કે સાયબર ગઠીયાઓ તકનો લાભ લઈને ફ્રોડ પણ કરી શકે છે. હજુ આગામી દિવસોમાં પણ સાયબર ક્રાઈમની ટીમ અમદાવાદ-સુરત સહિતના રાજયભરના ઈન્સ્ટા એકાઉન્ટ પર નજર રાખશે. અમદાવાદ, સુરત અને મુંબઈના એકાઉન્ટ હોલ્ડરે પોસ્ટ મુકી અમદાવાદ સાયબર ક્રાઈમના ACP હાર્દિક માકડિયાએ કહ્યું હતું કે, કેટલાક એકાઉન્ટ હોલ્ડર જેમણે ગરબા પાર્ટનર ભાડે મળવાની પોસ્ટ મૂકી હતી તેની તપાસ કરતા અમદાવાદ, સુરત અને મુંબઈના કેટલાક એકાઉન્ટ હોલ્ડર હોવાનું સામે આવ્યું અને તે જેન્યુન છે. પરંતુ તહેવાર આવતા હોવાથી આ પ્રકારની પોસ્ટ તમામ સાચી હોય તેવું પણ માની શકાય નહી કારણ કે સાયબર ગઠીયાઓ પણ ફેક આઇડી બનાવી આ પ્રકારની પોસ્ટ મૂકીને પરિચય કેળવી વિગતો મેળવીને સાયબર ફ્રોડ કરી શકે છે. જેથી લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે. 'જોકે, આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમને હજુ સુધી ફ્રોડની કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી. સુરક્ષાના કારણોસર કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે ગરબા પાર્ટનર તરીકે જવું હિતાવહ નથી, તેથી લોકોએ આવી પોસ્ટ્સ અને અજાણ્યા લોકોથી દૂર રહેવું જોઈએ.' 1 હજારથી 2 હજારમાં પાર્ટનર ભાડે આપવાની ઓફર! સોશિયલ મીડિયામાં જે પોસ્ટ વાઈરલ થઈ રહી છે તેમાં રૂ.1000થી શરૂ થતા 'સિલ્વર પેકેજ'માં 2 કલાક સુધી ગરબા રમવાની સુવિધા, મેચિંગ આઉટફિટ્સ, ગરબાના બેઝિક સ્ટેપ્સ શીખવવા અને સાથે ફોટો કે સેલ્ફી લેવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. રૂ.1500થી 2000 ના 'ગોલ્ડ પેકેજ'માં 4 કલાક ગરબા રમવા, ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ અને ફોટા પોસ્ટ કરવા, તેમજ તમે એકબીજાને કેવી રીતે મળ્યા તેની એક ક્યુટ બનાવટી વાર્તા બનાવવાનો ઓપ્શન પણ આપવામાં આવે છે. 'સ્પેશિયલ બર્થડે ગરબા ડેટ' સહિતના અલગ અલગ પેકેજની પોસ્ટ જે લોકોને આખી રાત ગરબા રમવાનો ક્રેઝ હોય તેમના માટે રૂ. 2000થી લઈને 6500 સુધીના 'પ્લેટિનમ પેકેજ'ની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજમાં આખી રાત ગરબા રમવા, પર્સનલ ટ્રેનિંગ, સ્પેશિયલ કેન્ડિડ ફોટોઝ અને રીલ્સ બનાવવા, પબ્લિકમાં હાથ પકડવો, તેમજ ગરબા પૂરા થયા પછી લેટ-નાઈટ ફૂડ ડ્રાઈવ (જેમ કે ચાટ, કુલફી કે ફાલુદા) પર જઈને ડ્રોપ કરવા જેવી બાબતો દાવા તરીકે મુકવામાં આવી છે. કેટલાક પેજીસ પર તો 'મિડનાઈટ મેગી રન', 'સ્પેશિયલ બર્થડે ગરબા ડેટ' અને 'એક રાત માટે ફેક ડેટિંગ' જેવા એક્સ્ટ્રા એડ-ઓન્સ પણ દર્શાવાયા છે. આ પ્રકારની પોસ્ટ પાછળની રિયાલિટી શું છે તે જાણવા માટે ભાસ્કરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારા લોકોનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે, આ પ્રકારની પોસ્ટ ફક્ત સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે કરવામાં આવી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    પીરાણા ડમ્પીંગ સાઈટ પર બાંગ્લાદેશીઓની અવરજવર, ભાજપના MLAની કમિશનરને રજૂઆત:કચરો વીણવા આવી કર્મચારીઓને માર મારવાનો આરોપ, સખત પગલા લેવા માગ
    Next Article
    Legendary Actor Sivaji Ganesan's Eldest Daughter Shanthi Dies At 71

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment