Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં એસિડ પીને પ્રૌઢનો આપઘાત:કારખાનેદારે આર્થિક સંકળામણથી કંટાળી જીવન ટૂંકાવ્યું, ત્રીજા માળે કાચનું ફિટિંગ કામ કરતા સમયે નીચે પટકાતા યુવકનું મોત

    8 hours ago

    રાજકોટના કોઠારીયા વિસ્તારમાં સુંદરમ પાર્કમાં રહેતા અને વાવડીમાં 'ખોડિયાર ઈન્ડસ્ટ્રીઝ' નામનું કારખાનું ચલાવતા 49 વર્ષીય વિજયભાઈ કથીરિયા શુક્રવારે પોતાના કારખાને હાજર હતા ત્યારે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નીવડતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડે આર્થિક ભીંસમાં આવી આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેથી ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક વિજયભાઈને સંતાનમાં બે દીકરીઓ હોવાનું સામે આવ્યું છે. ત્રીજા માળે કાચ ફિટિંગ કામ કરતો યુવક નીચે પટકાતા મોત મૂળ રાજસ્થાનની 22 વર્ષીય યુવાન લાલનાથસિંઘ પન્ના ગઈકાલે રાત્રીના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં નોબેલ ઇલેક્ટ્રીકમાં ત્રીજા માળે કાચ ફિટિંગ કામ કરી રહ્યા હતા આ સમયે અચાનક નીચે પટકાતા તેને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઇમર્જન્સી વોર્ડમાં તબીબે તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમમાં ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આર્થિક ભીંસના કારણે પ્રૌઢે જીવન ટૂંકાવ્યું શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય પ્રૌઢ સુફરઅલી આજે સવારના 9.30 વાગ્યા આસપાસ દશાશ્રીમાળી હોસ્પિટલ પાછળ આવેલ સોનાની દુકાને હતા ત્યારે કોઈ કારણો સર એસિડ પી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન 11 વાગ્યા આસપાસ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસમોર્ટમમાં મોકલ્યો હતો. પ્રાથમિક તપાસમાં પ્રૌઢે આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સુભાનપુરામાં શેરબજારમા રોકાણની ટિપ્સ આપી વિશ્વાસ જીતીને ઠગાઈ આચરી:રોકાણ કરશો તો મોટો નફો થશે તેવી લાલચ આપી LICના નિવૃત્ત મેનેજર સાથે 52.26 લાખની છેતરપિંડી
    Next Article
    आठ घंटे धरने पर बैठ गए राहुल, FIR के बाद ही निकले थाने से, दिल्ली पुलिस को झुकना पड़ा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment