Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુભાનપુરામાં શેરબજારમા રોકાણની ટિપ્સ આપી વિશ્વાસ જીતીને ઠગાઈ આચરી:રોકાણ કરશો તો મોટો નફો થશે તેવી લાલચ આપી LICના નિવૃત્ત મેનેજર સાથે 52.26 લાખની છેતરપિંડી

    7 hours ago

    વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા અને એલઆઈસીમાંથી આસિસ્ટન્ટ ડિવિઝનલ મેનેજર તરીકે નિવૃત્ત થયેલા 67 વર્ષીય વ્યક્તિ સાથે શેરબજારમાં મોટો નફો કરાવવાની લાલચ આપી રૂ.52.26 લાખની ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વોટ્સએપ મારફતે સંપર્ક કરનાર રવિ, દીપકભાઈ અને સાહીલભાઈ નામના ત્રણ શખ્સોએ એકબીજાની મદદથી શેરબજારની ટિપ્સ આપી શરૂઆતમાં વિશ્વાસ કેળવ્યો હતો. શેર અને ઓપ્શન ટ્રેડિંગ અંગે સૂચનાઓથી નફાની લાલચ આપી મે 2026માં રવિ નામના વ્યક્તિએ સુભાનપુરા રહેતા LICના નિવૃત્ત મેનેજર મહેન્દ્રકુમાર મારુનો વોટ્સએપ પર સંપર્ક કરી શેરબજાર અંગેની ટિપ્સ આપવાનું શરૂ કર્યું હતું. બાદમાં શેર અને ઓપ્શન ટ્રેડિંગ અંગે સૂચનાઓ આપી નફાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ રવિએ દીપકભાઈ નામના વ્યક્તિનો મોબાઇલ નંબર આપી તેને ટેક્નિકલ હેડ તરીકે ઓળખાવ્યો હતો. દીપકભાઈએ પણ વિવિધ શેરમાં રોકાણ અંગેની ટિપ્સ આપી વધુ રોકાણ કરવા પ્રેરિત કર્યા હતા. 20 ટ્રાન્ઝેક્શન મારફતે ₹52.26 લાખ ટ્રાન્સફર કરાયા આ દરમિયાન સાહીલભાઈ નામના વ્યક્તિએ ARK TRADERના નામે નવું ડીમેટ એકાઉન્ટ ખોલાવી આપવાની વાત કરી હતી. આધારકાર્ડ અને પાનકાર્ડ સહિતના દસ્તાવેજો મોકલ્યા બાદ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવાયું હતું. 5 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2026 દરમિયાન 20 ટ્રાન્ઝેક્શન મારફતે ₹52.26 લાખ ટ્રાન્સફર કરાયા હતા. આ ઉપરાંત પત્નીના પ્રાઈમ કો-ઓપરેટિવ બેંક ખાતામાંથી પણ ₹ 97 હજારના વ્યવહારો કર્યાં હતા. પૈસા રોકાણ કર્યા બાદ રોકાણમાં નુકસાન થયું હોવાનું કહી વધુ રૂપિયા નાખવાથી અગાઉના નાણાં રિકવર થઈ જશે તેવી વાત કરવામાં આવી હતી. શંકા જતા નિવૃત્ત અધિકારીએ પુત્રને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી ફરિયાદ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    "Lion At Home, Cat Overseas": Abhishek Sharma, Vaibhav Sooryavanshi Given Brutal Reality Check From Ex-India Star
    Next Article
    શહેરમાં એસિડ પીને પ્રૌઢનો આપઘાત:કારખાનેદારે આર્થિક સંકળામણથી કંટાળી જીવન ટૂંકાવ્યું, ત્રીજા માળે કાચનું ફિટિંગ કામ કરતા સમયે નીચે પટકાતા યુવકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment