Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં એસિડ પી પ્રૌઢનો આપઘાત:ત્રીજા માળે કાચનું ફિટિંગ કામ કરતા સમયે નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું, કારખાનેદારનો આર્થિક ભીંસથી કંટાળીને આપઘાત

    12 hours ago

    રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આવેલા સુંદરમ પાર્કમાં રહેતા અને વાવડીમાં 'ખોડિયાર ઈન્ડસ્ટ્રીઝ' નામનું કારખાનું ચલાવતા 49 વર્ષીય વિજયભાઈ કથીરિયા શુક્રવારે પોતાના કારખાને હાજર હતા ત્યારે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નીવડતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડે આર્થિક ભીંસમાં આવી આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેથી ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક વિજયભાઈને સંતાનમાં બે દીકરીઓ હોવાનું સામે આવ્યું છે. મૂળ રાજસ્થાનની 22 વર્ષીય યુવાન લાલનાથસિંઘ પન્ના ગઈકાલે રાત્રીના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં નોબેલ ઇલેક્ટ્રીકમાં ત્રીજા માળે કાચ ફિટિંગ કામ કરી રહ્યા હતા આ સમયે અચાનક નીચે પટકાતા તેને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઇમર્જન્સી વોર્ડમાં તબીબે તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય પ્રૌઢ સુફરઅલી આજે સવારના 9.30 વાગ્યા આસપાસ દશાશ્રીમાળી હોસ્પિટલ પાછળ આવેલ સોનાની દુકાને હતા ત્યારે કોઈ કારણો સર એસિડ પી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન 11 વાગ્યા આસપાસ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પ્રૌઢએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સોમવારનું રાશિફળ:વૃષભ અને મકર રાશિને મોટો લાભ મળશે, કન્યા અને કુંભ જાતકોએ લેવડ-દેવડમાં ખાસ કાળજી રાખવી
    Next Article
    માધાપરવાડી કન્યા શાળાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અભિનંદન પત્ર:ધો.5 CET, PSE અને ધો.8 NMMS, મુખ્યમંત્રી જ્ઞાન સાધનામાં વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ સિદ્ધિ બદલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment