Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માધાપરવાડી કન્યા શાળાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અભિનંદન પત્ર:ધો.5 CET, PSE અને ધો.8 NMMS, મુખ્યમંત્રી જ્ઞાન સાધનામાં વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ સિદ્ધિ બદલ

    12 hours ago

    મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા અભિનંદન પત્ર મળ્યો છે. આ પત્ર ધો.5 માં લેવાતી CET અને PSE તેમજ ધો.8 માં લેવાતી NMMS અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અપાયો છે. રાજ્ય પરીક્ષા બોર્ડે શાળા પરિવારને અભિનંદન પાઠવતા જણાવ્યું કે શિક્ષણથી જ વ્યક્તિના આચાર, વિચાર, મૂલ્યનિષ્ઠા અને ભાવવિશ્વનું નિર્માણ થાય છે. તેમણે 'Together We Achieve' ની ભાવના મજબૂત બને છે અને સૌ 'Education for Life' એટલે કે જીવન માટેનું શિક્ષણ આપી રહ્યા છે. બોર્ડે વધુમાં જણાવ્યું કે વર્ષ 2025-26માં યોજાયેલ CET, CGMS, NMMS અને PSE પરીક્ષામાં શાળાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કરીને શાળા, ગામ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓનું આ સફળ પરિણામ તેમની વ્યક્તિગત મહેનત, યોગ્ય અધ્યાપન પદ્ધતિ, સમર્પણ અને ઉત્તમ કર્મયોગ દર્શાવે છે. આ પરિણામ NEP 2020 ના Competency-Based Learning, Critical Thinking, Collaborative Learning, Holistic Development અને Experiential Learning જેવા શૈક્ષણિક અભિગમોને શાળાએ અપનાવ્યા હોવાનું સાબિત કરે છે. વિદ્યાર્થીઓ સ્કોલરશીપ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવીને તેમના જ્ઞાનનો ઉપયોગ રાષ્ટ્ર અને વિશ્વના કલ્યાણના કામોમાં કરશે. પત્રમાં લખ્યું છે કે “Knowledge turns into Wisdom when it eases Suffering” અને “મંગલકારી જ્ઞાન, એ જ પ્રજ્ઞાનું ઉચિતમ સ્વરૂપ છે.” આ અભિનંદન પત્ર બદલ પીએમશ્રી માધાપરવાડી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, તમામ શિક્ષકો અને સમગ્ર શાળા પરિવારે રાજ્ય પરીક્ષા બોર્ડનો આભાર માન્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં એસિડ પી પ્રૌઢનો આપઘાત:ત્રીજા માળે કાચનું ફિટિંગ કામ કરતા સમયે નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું, કારખાનેદારનો આર્થિક ભીંસથી કંટાળીને આપઘાત
    Next Article
    બાળાઓએ નવદુર્ગાનું સ્વરૂપ ધારણ કરી ગણપતિ બાપાની આરતી ઉતારી:મોરબીના રવાપર ઘુનડા રોડ પર કસ્તુરી ટ્વિન-બી એપાર્ટમેન્ટમાં ગણેશ ઉત્સવની ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment