Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના શૈલજા બંગ્લોઝમાં દેવોની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ:ગોગા મહારાજ, શૈલમ મહાદેવ સહિત અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરાઈ, શોભાયાત્રા પણ નીકળી

    8 hours ago

    પાટણના અંબાજી વિસ્તારમાં આવેલા શૈલજા બંગ્લોઝમાં 19 અને 20 તારીખે બે દિવસીય ધાર્મિક મહોત્સવ યોજાયો હતો. આ દરમિયાન ગોગા મહારાજ, શૈલમ મહાદેવ સહિત અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સોસાયટીના રહેવાસીઓએ આ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. 19 તારીખે ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમથી કરવામાં આવી. સવારે સમગ્ર સોસાયટીમાં ગોગા મહારાજની મૂર્તિ સાથે શોભાયાત્રા નીકળી હતી. મુખ્ય યજમાન જયેશભાઈ પટેલના પરિવારે પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લીધો. સોસાયટીના પરિવારોએ ઉત્સાહથી ભાગ લઈને ભગવાનને નૈવેદ્યમાં સુખડી ધરાવી હતી. શાસ્ત્રી દીપકભાઈ વ્યાસે સમગ્ર યજ્ઞવિધિ સંપન્ન કરાવી હતી. 20 તારીખે શૈલમ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સોસાયટીની મહિલાઓએ કળશયાત્રા કાઢી હતી. આ ઉપરાંત મહાદેવજી, શીતળા માતા, ગણપતિ, હનુમાનજી, બળીયાદેવ, કાચબો અને નંદીની મૂર્તિઓ સાથે સમગ્ર સોસાયટી વિસ્તારમાં શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો જોડાયા હતા. આ પ્રસંગે મુખ્ય દાતા શકુંતલાબેન જયંતીભાઈ પટેલ (અમેરિકા) તરફથી દરેક મહિલાઓને એક સરખા રંગની સાડી આપવામાં આવી હતી. નયનાબેન રોહિતભાઈ પટેલ તરફથી દરેક પુરુષોને એક સરખા રંગના કુર્તા આપવામાં આવ્યા. સૌ ગ્રામજનોએ આ વસ્ત્રો પહેરીને 'હર હર મહાદેવ'ના નાદ સાથે શોભાયાત્રામાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં તુલસી ક્યારાનું અર્પણ અને પૂજન કરાયું હતું. પીપળો, કૈલાશપતિ અને બીલી જેવા પવિત્ર વૃક્ષોનું સિંચન પણ કરવામાં આવ્યું. આ બે દિવસ દરમિયાન અંબાજીના શૈલજા બંગ્લોઝમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. મહોત્સવ દરમિયાન બે દિવસના ભોજનના દાતાઓ તરફથી સોસાયટીના તમામ પરિવારો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી. આ બે દિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન શૈલજા બંગ્લોઝ સોસાયટીના પ્રમુખ જયેશભાઈ પટેલ, ભરતસિંહ વાઘેલા, વસંતભાઈ પટેલ, છગનકાકા ઠક્કર, નીલ પટેલ અને દક્ષ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ઉ.ગુજરાતના 3 જિલ્લામાં મંદિરમાં અને બાઇક ચોરી કરનાર 5 ઝડપાયા:છ મંદિર અને પાંચ બાઇક ચોરીની કબૂલાત, રૂ.43 હજારનો મુદ્દામાલ રિકવર
    Next Article
    Asian Games: India Clinch 2 Silvers, 2 Medals Assured; Heartbreak In Swimming

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment