Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉ.ગુજરાતના 3 જિલ્લામાં મંદિરમાં અને બાઇક ચોરી કરનાર 5 ઝડપાયા:છ મંદિર અને પાંચ બાઇક ચોરીની કબૂલાત, રૂ.43 હજારનો મુદ્દામાલ રિકવર

    8 hours ago

    ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓ સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં મંદિર તેમજ મોટરસાયકલ ચોરીના બનાવોને અંજામ આપતી ટોળકીનો સાબરકાંઠા એલસીબીએ પર્દાફાશ કર્યો છે. ગાંભોઈ પોલીસ મથક વિસ્તારમાંથી પાંચ શંકાસ્પદોને ઝડપી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ આરોપીઓનો સમાવેશ થાય છે, જ્યારે બે બાળ કિશોર કાયદાના સંઘર્ષમાં આવ્યા છે. પોલીસે મંદિર ચોરીના બે અને મોટરસાયકલ ચોરીના એક મળી કુલ ત્રણ ગુના ડિટેક્ટ કર્યા છે. ચાર મંદિરના ઘંટ સાથે પાંચ શખ્સો ઝડપાયા પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે ગાંભોઈ ગામડી ઓવરબ્રિજ નજીક વોચ ગોઠવી પાંચ શંકાસ્પદ ઇસમોને ઝડપી લીધા હતા. તેમની તપાસ દરમિયાન મંદિરના ચાર ઘંટ મળી આવ્યા હતા. પૂછપરછ કરતાં આ ઘંટ મોતીપુરા અને ખાપરેટા ગામના રામાપીર તથા બ્રહ્માણી માતાના મંદિરમાંથી ચોરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. છ મંદિર અને પાંચ બાઇક ચોરીની કબૂલાત પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓની વધુ પૂછપરછ દરમિયાન ગાંભોઈ, ભીલોડા તેમજ મહેસાણાના પામોલ સહિતના વિસ્તારોમાં કુલ છ મંદિર ચોરી અને પાંચ મોટરસાયકલ ચોરીના બનાવોને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રૂ.43 હજારનો મુદ્દામાલ કબજે પોલીસે આરોપીઓ પાસેથી ચાર મંદિરના ઘંટ રૂ.6 હજાર, ચાર મોબાઇલ ફોન રૂ.29 હજાર અને રોકડ રૂ.8 હજાર મળી કુલ રૂ.43 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. મંદિર અને બાઇક ચોરીના અન્ય બનાવોમાં પણ ટોળકીની સંડોવણી અંગે તપાસ કરવામાં આવી રહી છે. મુખ્ય સૂત્રધાર સોહન ઉર્ફે સોનુડો ડામોર ફરાર ઝડપાયેલા આરોપીઓમાં ઉદયપુરના અલ્પેશ ભગોરા, જયસિંગ ઉર્ફે જશુ ડામોર અને અજેશ ઉર્ફે અજયનો સમાવેશ થાય છે. બે બાળ કિશોર પણ પોલીસની કાર્યવાહી દરમિયાન મળી આવ્યા છે. જ્યારે ટોળકીનો મુખ્ય સૂત્રધાર સોહન ઉર્ફે સોનુડો ડામોર હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના નવહથ્થા મંદિરે હિન્દુ ધર્મ સંસદ યોજાઈ:હિન્દુ ધર્મની રક્ષા અને જાગૃતિ માટે મોટી સંખ્યામાં સંતો હાજર રહ્યા
    Next Article
    પાટણના શૈલજા બંગ્લોઝમાં દેવોની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ:ગોગા મહારાજ, શૈલમ મહાદેવ સહિત અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરાઈ, શોભાયાત્રા પણ નીકળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment