Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિવારની રજામાં બપોર બાદ મેઘરાજાનું આગમન:રાજકોટમાં ગાજવીજ સાથે એક ઇંચ વરસાદથી શહેરના રસ્તા થયા પાણી-પાણી, ગોંડલ સાડા ત્રણ ઇંચ સાથે જળબંબાકાર

    9 hours ago

    રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી જેના પગલે આજે બપોર બાદ અચાનક રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ બંધાયું હતું અને 7 વાગ્યા બાદ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં વરસ્યો હતો. જેમાં આજે પોણો ઇંચ વરસાદ સાથે સિઝનનો કુલ વરસાદ 19 ઇંચથી વધુ નોંધાઈ ચુક્યો છે. જયારે જિલ્લામાં પણ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે સાડા ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી અને વીજળી પડતા એક ભેંસનું મોત થયાના સમાચાર પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પોણો ઇંચ વરસાદથી શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા અને ગણેશ પંડાલોમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ જોવા મળી હતી. રાજકોટ શહેરમાં રવિવારની સાંજે એકાએક ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. સાંજના 7 વાગ્યા બાદ એકાએક શહેરમાં ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો અને આકાશમાં વીજળી થવા લાગી હતી જે બાદ સતત અડધો કલાક સુધી એક ધારે મેઘરાજાએ વરસવાનું શરૂ કરી દેતા શહેરના રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આજે રાજકોટ શહેરના સેન્ટ્રલ ઝોનમાં રાત્રીના 9 વાગ્યા સુધી 24 mm, ઇસ્ટ ઝોનમાં 13 mm અને વેસ્ટ ઝોનમાં 13 mm વરસાદ નોંધાયો હતો. જેની સાથે સાથે સિઝનનો કુલ વરસાદ ચાલુ વર્ષે સેન્ટ્રલ ઝોનમા 510 mm, ઇસ્ટ ઝોનમાં 419 mm અને વેસ્ટ ઝોનમાં 540 mm વરસાદ નોંધાયો છે. આ તરફ જિલ્લામાં પણ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજગીજ સાથે વરસાદમાં વરસ્યો હતો.જેમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદથી ગોંડલના રાજમાર્ગો પર પણ પાણી ફરી વળ્યાં હતા બીજી તરફ ચરખડી ચોકડી પાસે મેદાનમાં ભેંસ પર વીજળી પડતા તેનું મોત નિપજ્યું હતું. જે ભેંસ ગોમટા ગામના રહેવાસી વિપુલભાઈ લાંબરિયાની હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ ઉત્તર દિશા તરફ અત્યારે એક લો પ્રેશર સક્રિય છે. જે 21 તારીખે આગળ વધશે અને ડિપ્રેશનમાં કન્વર્ટ થઈ જશે. 22 તારીખે ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    Son Not At Home, Thane Woman Adds Rat Poison To Rice, Eats It. Dies In Mumbai
    Next Article
    GIFT Cityમાં મંત્રી સોનોવાલે નેશનલ મેરીટાઇમ ગેમ્સનું બ્રોશર લોન્ચ:જાન્યુઆરી 2027માં ગણપત યુનિવર્સિટી ખાતે પ્રથમ વખત રમતોત્સવ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment