Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GIFT Cityમાં મંત્રી સોનોવાલે નેશનલ મેરીટાઇમ ગેમ્સનું બ્રોશર લોન્ચ:જાન્યુઆરી 2027માં ગણપત યુનિવર્સિટી ખાતે પ્રથમ વખત રમતોત્સવ યોજાશે

    9 hours ago

    ભારતના મેરીટાઇમ અને રમતગમત ક્ષેત્ર માટેના એક મહત્વપૂર્ણ પ્રસંગે, ભારત સરકારના પોર્ટસ, શિપિંગ એન્ડ વોટરવેઝના કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલે ગાંધીનગરની GIFT City ખાતે આયોજિત India Ship Leasing and Financing Summit દરમિયાન આગામી જાન્યુઆરી માસમાં ગણપત યુનિવર્સિટી ખાતે યોજાનાર National Maritime Games 2027ના સત્તાવાર બ્રોશરનું અનાવરણ કર્યું. આ Summitનું આયોજન International Financial Services Centres Authority (IFSCA) દ્વારા Ministry of Ports, Shipping and Waterways (MoPSW)ના સહયોગથી કરવામાં આવ્યું હતું. તેમાં નીતિ-નિર્માતાઓ, શિપઓનર્સ, લેસર્સ, ચાર્ટર્સ, ફાઇનાન્સર્સ અને મેરીટાઇમ ક્ષેત્રના અન્ય મહત્વપૂર્ણ હિતધારકો એકત્રિત થયા હતા. આ બેઠકમાં ભારતના શિપ ઓનરશિપ, શિપ લીઝિંગ અને મેરીટાઇમ-ફાઇનાન્સ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં GIFT Cityને આ મહત્વાકાંક્ષા માટે સક્ષમ પ્લેટફોર્મ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મેરીટાઇમ પૃષ્ઠભૂમિ વચ્ચે National Maritime Games 2027ના બ્રોશરનું અનાવરણ ગેમ્સની તૈયારીઓ અને રાષ્ટ્રીય સ્તરે પહોંચ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બન્યું. મેરીટાઇમ ક્ષેત્રના આગામી પેઢીના વ્યાવસાયિકોને અપાયું પ્રોત્સાહન કાર્યક્રમનો એક ખાસ પ્રેરણાદાયી ભાગ મંત્રી અને ગણપત યુનિવર્સિટીના યુવા મેરીટાઇમ કેડેટ્સ વચ્ચેની મુલાકાત હતી. શ્રી સરબાનંદ સોનોવાલે મેરીટાઇમ વ્યવસાય પસંદ કરવા બદલ કેડેટ્સને અભિનંદન પાઠવ્યા અને તેમને આત્મવિશ્વાસ, શિસ્ત, સમર્પણ અને વ્યાવસાયિક પ્રતિબદ્ધતા સાથે પોતાની કારકિર્દી આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા. આ મુલાકાત દરમિયાન તેમણે યુવા આશાવાદીઓને ભારતના મેરીટાઇમ ક્ષેત્રમાં વિસ્તરી રહેલી તકો વિશે માહિતી આપીને પ્રોત્સાહિત કર્યા. National Maritime Games 2027: સમુદ્રની રમતો, સાહસની ભાવના National Maritime Games 2027નું આયોજન દેશમાં સૌ પ્રથમ વખત 5થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગુજરાતની Ganpat University ખાતે કરવામાં આવનાર છે, જેની થીમ છે: “Games of the Sea, Spirit of Courage” : “સાગર કા ખેલ, સાહસ કા મેલ” National Maritime Games એક સંકલિત રાષ્ટ્રીય રમતગમત પ્લેટફોર્મ છે, જે Seafarers, Ports, Shipping Companies, Public Sector Undertakings, Maritime Training Institutes, Shipyards, RPSLs, Logistics Organisations, Universities, Veterans અને Maritime Familiesને એકસાથે જોડે છે. હાલમાં આ કાર્યક્રમમાં 28 રમતો અને કૌશલ્ય આધારિત સ્પર્ધાઓનો સમાવેશ થાય છે, જેમાં પરંપરાગત રમતગમતની સ્પર્ધાઓ, મેરીટાઇમ કૌશલ્ય સ્પર્ધાઓ અને પેરા-સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે. આ ગેમ્સને એવી એક વ્યવસ્થા તરીકે કલ્પવામાં આવી છે જે માત્ર સ્પર્ધાથી આગળ વધીને ભારતીય મેરીટાઇમ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં શારીરિક તંદુરસ્તી, ટીમવર્ક, સ્થિતિસ્થાપકતા, નેતૃત્વ, વ્યાવસાયિક સહકાર અને મેરીટાઇમ ઓળખને પ્રોત્સાહિત કરે. સત્તાવાર કાર્યક્રમમાં સમગ્ર મેરીટાઇમ ઇકોસિસ્ટમને એક સામાન્ય પ્લેટફોર્મ પર લાવવા, મહિલાઓ અને પેરા-એથ્લીટ્સની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા તેમજ પરંપરાગત રમતો સાથે મેરીટાઇમ કૌશલ્ય આધારિત સ્પર્ધાઓને જોડવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મેરીટાઇમ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં સરકાર અને મેરીટાઇમ ક્ષેત્રના વરિષ્ઠ નેતૃત્વની ઉપસ્થિતિ રહી હતી, જેમાં વિજય કુમાર, સેક્રેટરી, Ministry of Ports, Shipping and Waterways; રાજારમણ, Chairperson, IFSCA; શ્યામ જગન્નાથન, Director General of Maritime Administration; હરિત શુક્લા, Principal Secretary, Ports Transport Department, Government of Gujarat અને ડૉ. અજય કુમાર, Secretary to the Chief Minister of Gujarat and Vice Chairman/CEO of the Gujarat Maritime Board તેમજ ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર અને જોઈન્ટ પ્રેસિડેન્ટ પ્રો. ડૉ. મહેન્દ્ર શર્મા સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને શિપિંગ તથા નાણાકીય ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ગણપત યુનિવર્સિટી શોભાવશે મેરીટાઇમ મહાનુભાવો અને યુવા ખેલાડીઓનું યજમાનપદ National Maritime Games 2027ના યજમાન ગુજરાતની સુપ્રતિષ્ઠિત અગ્રણી શૈક્ષિક સંસ્થા ગણપત યુનિવર્સિટી સમગ્ર દેશમાંથી મેરીટાઇમ ઇકોસિસ્ટમના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા સહભાગીઓ અને સંસ્થાઓના સ્વાગત માટે યજમાન તરીકે તૈયારી કરી રહી છે. સત્તાવાર Games Portalમાં 5થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન યોજાનારી આઠ દિવસીય National Maritime Games માટે Ganpat Universityને યજમાન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને યુનિવર્સિટીના Athletics, Swimming, Indoor Sports તથા અન્ય રમતો માટેના રમતગમતના માળખાગત સુવિધાઓને પણ આ રમતોત્સવ માટે યોગ્ય ગણી સ્વીકારવામાં આવી છે. આ રામતોત્સવ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની રહેશે આ ગેમ્સ મેરીટાઇમ પ્રોફેશનલ્સ, Seafarers, Cadets, Shipping Organisations, Ports, Shipyards, Maritime Educational Institutions અને Industry Leadersનું અનોખું મિલન સર્જશે તેવી અપેક્ષા છે, જે Sportsmanship, Fitness, Teamwork અને Professional Excellenceના સમાન મૂલ્યો દ્વારા જોડાશે. National Maritime Games 2027નો ઉદ્દેશ સમગ્ર મેરીટાઇમ ફ્રેટરનિટીને રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર એકત્રિત કરવાનો છે, જ્યાં રમતગમતની શ્રેષ્ઠતા, વ્યાવસાયિક સહકાર, સમાવેશિતા, શિસ્ત અને મેરીટાઇમ ગૌરવની ઉજવણી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રવિવારની રજામાં બપોર બાદ મેઘરાજાનું આગમન:રાજકોટમાં ગાજવીજ સાથે એક ઇંચ વરસાદથી શહેરના રસ્તા થયા પાણી-પાણી, ગોંડલ સાડા ત્રણ ઇંચ સાથે જળબંબાકાર
    Next Article
    Trump Says Houthis Agree To Not Fight US Amid Attacks On Saudi Arabia

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment