Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના હાલરમાં મીરલ ગણેશ ઉત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો:ધારાસભ્ય ભરતભાઇ પટેલ રહ્યા ઉપસ્થિત, યુવાનોને સેવાકાર્યમાં જોડાવા અપીલ કરી

    1 day ago

    વલસાડના હાલરમાં મીરલ ગ્રૂપ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે એક રક્તદાન કેમ્પ યોજાયો હતો. સામાજિક જવાબદારીના ભાગરૂપે આ શિબિરનું આયોજન કરાયું હતું. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે આ કેમ્પમાં હાજરી આપી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. સ્થાનિક અગ્રણી ભાસીન દેસાઈએ જણાવ્યું કે, વલસાડના હાલરમાં 'મીરલ ગ્રુપ', 'અનાવિલ પરિવાર' અને 'લાયન્સ ક્લબ ઓફ વલસાડ તીથલ રોડ' દ્વારા છેલ્લા 4 વર્ષથી ગણેશ ઉત્સવ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ યોજાય છે. આ કેમ્પનો મુખ્ય હેતુ ઉત્સવની સાથે સેવાકાર્ય કરવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓને લોહી પૂરું પાડવાનો છે. ધારાસભ્ય ભરતભાઈ પટેલે આયોજકોને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, રક્ત જીવન માટે ખૂબ ઉપયોગી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. સગર્ભા મહિલાઓ, અકસ્માત કે ગંભીર બીમારીના સમયે રક્તદાનથી મળેલું લોહી કોઈને નવજીવન આપી શકે છે. તેમણે યુવાનોને ઉત્સવો ઉજવવાની સાથે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવા અપીલ કરી હતી. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું. વલસાડ બ્લડ બેંકમાં લોહીની અછત ન સર્જાય તે માટે આયોજકોએ આ સારો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે કેમ્પના મુખ્ય આયોજકો ભાસીનભાઈ, કાનાભાઈ અને અન્ય અગ્રણીઓ તેમજ સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    શહેર-જિલ્લામાં આગતા-સ્વાગતા બાદ ગણપતિ વિસર્જનના દૌરનો:રવિવારની રજાના દિવસે ગણપતિ બાપાના જયઘોષ સાથે નવમા દિવસે શ્રીજીનું વિસર્જન કોળીયાકના દરિયામાં કરવા લોકો ઉમટ્યા
    Next Article
    ઈટાલિયાએ તો ભારે કરી, સીધું ભેંસને આવેદન આપવા પહોંચી ગયા:ભૂરી ભેંસે મોઢું ફેરવતી લેતા ધારાસભ્યએ ચાબખા માર્યા, કહ્યું- સરકાર ભેંસ જેવી, ખેડૂતોના પ્રશ્નોની વાત આવે ત્યારે મોઢું ફેરવી લે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment