Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેર-જિલ્લામાં આગતા-સ્વાગતા બાદ ગણપતિ વિસર્જનના દૌરનો:રવિવારની રજાના દિવસે ગણપતિ બાપાના જયઘોષ સાથે નવમા દિવસે શ્રીજીનું વિસર્જન કોળીયાકના દરિયામાં કરવા લોકો ઉમટ્યા

    1 day ago

    ઘરમાં સ્થાપના કરેલ ઈકો ફ્રેન્ડલી મૂર્તિ ઓનુ લોકો ઘરમાં જ વિસર્જન કરતાં લોકોની સંખ્યા વધી ભાવનગર શહેર તથા તાલુકા, ગામડાઓમાં જે મોટા ભાગના શ્રદ્ધાળુઓ ઘરે માટે ત્રણ, પાંચ, સાત અને નવ દિવસીય ગણપતિ ઉત્સવનું આયોજન કરતા હોય છે, એ લોકોએ નવ દિવસ સંપન્ન થતાં વિસર્જન કોળીયાકના દરિયા ખાતે કર્યું હતું તથા જિલ્લામાં આવેલ વિવિધ જળાશયોમાં વહેલી સવારથી જ ગણપતિ વિસર્જન માટે ભારે ભીડ જોવા મળી હતી. અને આજે રવિવારની રજાના કારણે સાંજે વિસર્જન માટે ભીડ જામશે એક દિવસથી લઈને અગિયાર દિવસીય આયોજન દર વર્ષે જાહેર તથા ઘરમેળે ગણપતિ ઉત્સવના આયોજનોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે એ સાથે ભાવનગર શહેર-જિલ્લામાં પણ ગણપતિ મહોત્સવને લઈને આબાલવૃદ્ધ સૌવ કોઈ લોકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો એક દિવસથી લઈને અગિયાર દિવસીય આયોજન કરતા હોય છે, જે અંતર્ગત ત્રણ, પાંચ, સાત તથા નવ દિવસ પૂર્ણ થતાં અનેક શ્રદ્ધાળુઓએ ગણપતિ વિસર્જન કરી રહ્યાં છે, વિસર્જન માટે લોકો સૌથી વધુ નિષ્કલંકના દરિયા જતા હોય છે જેમાં ગણપતિ વિસર્જન માટે લોકો સૌથી વધુ નિષ્કલંકના દરિયા જતા હોય છે, દર વર્ષે હજારોની સંખ્યામાં અહીં ગણપતિ વિસર્જન કરવામાં આવે છે આજે વહેલી સવારથી જ પ્રોફેશનલ તથા નોકરી-વ્યવસાયમાં વ્યસ્ત રહેતા લોકોએ આજે રવિવારની રજા માં ગણપતિજીનું વાજતેગાજતે વિસર્જન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ અને સુરત શહેરમાં ધોધમાર વરસાદ:સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સાંજે 6 વાગ્યા સુધી 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ; 2-3 દિવસમાં ચોમાસાની વિદાય
    Next Article
    વલસાડના હાલરમાં મીરલ ગણેશ ઉત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો:ધારાસભ્ય ભરતભાઇ પટેલ રહ્યા ઉપસ્થિત, યુવાનોને સેવાકાર્યમાં જોડાવા અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment