Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક શાકભાજી વેચાણ કેન્દ્રનો પ્રારંભ:ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા શરૂ કરાયું કેન્દ્ર, ઝેરમુક્ત આહાર માટે ગ્રાહકોનો બહોળો પ્રતિસાદ

    8 hours ago

    સુરેન્દ્રનગરમાં 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ' અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી પ્રાકૃતિક શાકભાજી વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનો હેતુ રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગર તૈયાર થતા શાકભાજી અને ખેતપેદાશોનું સીધું વેચાણ કરવાનો છે. આ પહેલથી ખેડૂતોને તેમના ઉત્પાદનોના યોગ્ય ભાવ મળી રહ્યા છે અને શહેરીજનોને શુદ્ધ, સાત્વિક અને ઝેરમુક્ત આહાર મળી રહ્યો છે. આ સ્ટોલ સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદિત સાત્વિક અને શુદ્ધ શાકભાજીના વેચાણ માટે શરૂ કરાયો છે. ખેડૂતો ગાયના છાણ અને ગૌમૂત્રથી બનેલા જૈવિક ઇનપુટનો ઉપયોગ કરીને રાસાયણિક ખાતરમુક્ત શાકભાજી તૈયાર કરે છે. આ વેચાણ દર શનિવારે સવારે 8થી 12 વાગ્યા દરમિયાન થાય છે, જ્યાં શહેરીજનો મોટી સંખ્યામાં ખરીદી કરવા આવે છે. 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ' અને સરકારના પ્રયાસોથી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આ વેચાણ કેન્દ્ર શરૂ થયું છે. સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરીને લોકોને સાત્વિક શાકભાજી ખાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, ભવિષ્યમાં માંગ વધતાં વધુ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. "આત્મા" સંસ્થા અને સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસોથી "પ્રાકૃતિક સ્ટોર"નો શુભારંભ થયો છે. આ સ્ટોરનો મુખ્ય હેતુ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનો વેચવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો અને શહેરીજનોને શુદ્ધ, સાત્વિક શાકભાજી ઉપલબ્ધ કરાવવાનો છે. પ્રાકૃતિક સ્ટોરના પ્રતિનિધિ ધવલ માલવાણીયાએ જણાવ્યું કે, શરૂઆતથી જ આ પહેલને શહેરીજનો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. લગભગ 500 જેટલા ગ્રાહકોએ ભાવ જાણ્યા વગર જ શાકભાજી માટે પ્રી-બુકિંગ કરાવ્યું હતું. વહેલા તે પહેલાના ધોરણે લગભગ 60થી 70 કિલો શાકભાજીનો જથ્થો વેચાઈ રહ્યો છે. ગ્રાહકોની ભારે માંગને કારણે કેટલીક શાકભાજીનો જથ્થો ઝડપથી પૂરો થઈ જાય છે. ત્રિમંદિર જેવી સામાજિક સંસ્થાઓએ પણ અહીંથી મોટી માત્રામાં ઓર્ગેનિક શાકભાજી ખરીદ્યા છે. ફ્લેટ, મોટી સોસાયટીઓ કે સામાજિક સંસ્થાઓ માટે એડવાન્સ બુકિંગ લઈને અલગથી જથ્થો રાખવાની અને વિતરણ કરવાની સુવિધા પણ ગોઠવવામાં આવી રહી છે. તમામ શહેરીજનોને પ્રાકૃતિક સ્ટોરની મુલાકાત લઈ સાત્વિક અને રાસાયણિક મુક્ત શાકભાજી અપનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    NDPS કેસમાં સંડોવાયેલા આરોપી સામે PIT NDPS એક્ટ હેઠળ કાર્યવાહી:સુરેન્દ્રનગર SOGએ ગાંજાના વેચાણ કરતા ગોવિંદ રોજાસરાની ધરપકડ કરી
    Next Article
    ફતેપુરા મંડળીના ચેરમેન અશ્વિન પારગી ભ્રષ્ટાચાર કેસમાં પદભ્રષ્ટ:ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાના પૂર્વ ઉપપ્રમુખ સામે ACB માં ગુનો નોંધાયા બાદ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment