Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના મયુરભાઈ જમોડને મળ્યું 'ભારત ગૌરવ સન્માન':સોફ્ટવેર એન્જિનિયરે કોરોના કાળમાં પોતાની કારને એમ્બ્યુલન્સ બનાવી સેવા કરી હતી; ફિલ્મ અભિનેતા રઝા મુરાદના હસ્તે સન્માનિત

    9 hours ago

    બોટાદના હડદડ ગામના વતની અને કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર મયુરભાઈ જમોડને સમાજસેવાના ક્ષેત્રમાં બજાવેલી અનોખી નિઃસ્વાર્થ કામગીરી બદલ 'ભારત ગૌરવ સન્માન'થી નવાજવામાં આવ્યા છે. કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન પોતાની ખાનગી કારને એમ્બ્યુલન્સ બનાવી દર્દીઓની સતત 56 દિવસ સુધી નિઃશુલ્ક સેવા કરવા બદલ બૉલીવુડ અભિનેતા રઝા મુરાદના હસ્તે તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. જામનગરમાં યોજાયો 'ભારત ગૌરવ સન્માન' સમારોહ જામનગર ખાતે આવેલા રોયલ રિસોર્ટમાં JPT પ્રોડક્શનના ફાઉન્ડર ટી.એસ. જાડેજા દ્વારા 'ભારત ગૌરવ સન્માન- સેશન-5'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમમાં જાણીતા ફિલ્મ અભિનેતા રઝા મુરાદ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાજસેવાના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર માનુભાવોની વચ્ચે બોટાદના મયુરભાઈ શાંતિલાલ જમોડને 'ભારત ગૌરવ સન્માન' એનાયત કર્યું હતું. કોરોના કાળમાં પોતાની કારને બનાવી એમ્બ્યુલન્સ મયુરભાઈ જમોડે કોરોના મહામારીની અત્યંત ગંભીર બીજી લહેર વખતે પોતાની કારમાં ઓક્સિજન સિલિન્ડર ફીટ કરી તેને કામચલાઉ એમ્બ્યુલન્સમાં ફેરવી દીધી હતી. તેમણે કોરોના પોઝિટિવ દર્દીઓ, મ્યુકોરમાઇકોસિસથી પીડાતા દર્દીઓ તેમજ મૃતદેહોને હોસ્પિટલ અને સ્મશાન સુધી પહોંચાડવા માટે સતત 56 દિવસ સુધી રાત-દિવસ જોયા વગર સંપૂર્ણપણે મફત સેવા આપી હતી. સોફ્ટવેર એન્જિનિયર અને ગોલ્ડ મેડાલિસ્ટ છે મયુરભાઈ માનવતાવાદી કાર્ય કરનાર મયુરભાઈ જમોડ વ્યવસાયે કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર છે. આ ઉપરાંત તેઓ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર તેમજ ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહી ચૂક્યા છે. તેમની આ અભૂતપૂર્વ સેવાકીય ભાવના અને સામાજિક કટિબદ્ધતાને બિરદાવવા માટે જ આ રાષ્ટ્રીય કક્ષાનું સન્માન આપવામાં આવ્યું છે. સમગ્ર બોટાદ જિલ્લામાં ગૌરવની લાગણી મયુરભાઈ જમોડને 'ભારત ગૌરવ સન્માન' પ્રાપ્ત થતાં જ તેમના માદરે વતન હડદડ ગામ સહિત સમગ્ર બોટાદ જિલ્લામાં ભારે આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક અગ્રણીઓ, પરિવારજનો અને મિત્ર વર્તુળ દ્વારા તેમના આ માનવતાવાદી કાર્યની ભૂરિ-ભૂરિ પ્રશંસા કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના લાઠી પંથકમાં ધોધમાર વરસાદ:રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ, હજી પણ 8 ટકાની ઘટ; આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
    Next Article
    પાટણના અનાવાડા રામાપીર મંદિરે ભાદરવા સુદ નોમે નેજા ચઢાવાયા:ભક્તોની ભીડ ઉમટી, 'જય બાબારી'ના જયઘોષથી ભક્તિમય માહોલ છવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment