Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના પી.ડી. પટેલ બાર કાઉન્સિલના નવા ચેરમેન બિનહરીફ ચૂંટાયા:અમદાવાદમાં યોજાયેલી બોર્ડ મિટિંગમાં સર્વાનુમતે પસંદગી, વકીલોમાં ખુશી

    7 hours ago

    વલસાડના જાણીતા એડવોકેટ અને નોટરી પી.ડી. પટેલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે. તેમની પસંદગી 19 સપ્ટેમ્બર, 2026ના રોજ અમદાવાદમાં યોજાયેલી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જનરલ બોર્ડ મિટિંગમાં થઈ હતી. આ બેઠકમાં ચેરમેન સહિતના વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પી.ડી. પટેલની બિનહરીફ પસંદગી થતા વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના વકીલોમાં ખુશી જોવા મળી છે. પી.ડી. પટેલે પાટીદાર સમાજના ખેડૂત પરિવારમાંથી આવીને વકીલાત ક્ષેત્રમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેઓ છેલ્લા 24 વર્ષથી વલસાડ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત, તેઓ નોટરી એસોસિયેશન ઓફ ગુજરાતના પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળે છે. આ પહેલા 6 માર્ચે યોજાયેલી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પી.ડી. પટેલે સમગ્ર ગુજરાતના 99 જેટલા ઉમેદવારો વચ્ચે ફર્સ્ટ પ્રેફરન્સના મત મેળવી ત્રીજો ક્રમ મેળવ્યો હતો. વર્ષ 2018માં પણ તેઓ બાર કાઉન્સિલની ચૂંટણી જીત્યા હતા. ત્યારે તેમણે વાઈસ ચેરમેન સહિત અલગ અલગ કમિટીઓના ચેરમેન તરીકે કામ કર્યું હતું. આમ, બાર કાઉન્સિલની ચૂંટણીમાં બીજી વખત જીત મેળવ્યા બાદ તેઓ હવે ચેરમેન પદ સુધી પહોંચ્યા છે. પી.ડી. પટેલની બિનહરીફ પસંદગીના સમાચાર મળતા જ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વકીલો અને સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. શુભેચ્છકોએ તેમને અભિનંદન આપ્યા હતા. ચેરમેન તરીકે ચૂંટાયા પછી પી.ડી. પટેલે ગુજરાતના તમામ વકીલો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વકીલો અને સમર્થકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે તેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં વકીલોના પ્રશ્નો પ્રત્યે સક્રિય રહેશે. વકીલ આલમને જરૂરી મદદ અને સહકાર આપવા માટે તેઓ પ્રતિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    સગીરા પર બળાત્કાર કેસમાં આરોપીને 20 વર્ષની સજા:ઇડર પોક્સો કોર્ટે આરોપીને ફટકાર્યો ₹20 હજાર દંડ; ભોગ બનનાર સગીરાને ₹50 હજાર વળતર ચૂકવવા આદેશ
    Next Article
    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં TEDx “Pixels to Perspectives” નું આયોજન:મીડિયા, યુવા અને સંસ્કૃતિ પર વિવિધ દૃષ્ટિકોણ રજૂ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment