Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરા પર બળાત્કાર કેસમાં આરોપીને 20 વર્ષની સજા:ઇડર પોક્સો કોર્ટે આરોપીને ફટકાર્યો ₹20 હજાર દંડ; ભોગ બનનાર સગીરાને ₹50 હજાર વળતર ચૂકવવા આદેશ

    6 hours ago

    ઇડરની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરાનું અપહરણ કરી વારંવાર બળાત્કાર આચરવાના કેસમાં ગંભીર નોંધ લઈને આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને ₹20 હજારનો દંડ ફટકાર્યો છે તેમજ ભોગ બનનાર સગીરાને ₹50 હજારનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે. સગીરા ઘરે એકલી હતી ત્યારે કરાયું અપહરણ આ બનાવની વિગત મુજબ, 7 એપ્રિલ 2025ના રોજ સગીરાના માતા-પિતા ખેતરમાં કામ અર્થે ગયા હતા અને તે સમયે સગીરા ઘરે એકલી હતી. માતા-પિતા ઘરે પરત ફરતા દીકરી મળી આવી ન હતી. પરિવારજનોએ આજુબાજુમાં તથા સગા-સંબંધીઓમાં ભારે શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ભીલોડા તાલુકાના કિશનગઢ ગામનો સંદીપકુમાર જગદીશભાઈ મેણાત સગીરાને લલચાવી-ફોસલાવીને અપહરણ કરી લઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું. વડોદરા અને ગાંધીધામ લઈ જઈ આચર્યું દુષ્કર્મ આરોપી સંદીપકુમાર સગીરાને વડોદરા અને ગાંધીધામ ખાતે અલગ-અલગ સ્થળે લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી લીધો હતો અને જરૂરી પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સરકારી વકીલે રજૂ કર્યા મજબૂત પુરાવા આ કેસ ઇડરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવતાં સરકારી પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર પી.જે. સોનીએ ધારદાર રજૂઆતો કરી હતી. તેમણે મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ સાથે પોતાની વિસ્તૃત દલીલો રજૂ કરી આરોપીને સખતમાં સખત સજા થાય તે માટે કોર્ટનું ધ્યાન દોર્યું હતું. પોક્સો કોર્ટે સંભળાવી 20 વર્ષની સખત કેદ સરકારી વકીલની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાને રાખીને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એમ.વાય. રાધનપુરવાલાએ આરોપી સંદીપકુમાર મેણાતને દોષિત ઠેરવ્યો હતો. અદાલતે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને ₹20 હજારનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત, ભોગ બનનાર સગીરાને થયેલા શારીરિક અને માનસિક ત્રાસ બદલ ₹50 હજારનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં LPG ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ:ભેસાણના જૂના રિલાયન્સ ડેપો પાસે ગેસ ચોરી પકડાઈ, 56 લાખના મુદ્દામાલ સાથે 9 આરોપીઓ ઝડપાયા
    Next Article
    વલસાડના પી.ડી. પટેલ બાર કાઉન્સિલના નવા ચેરમેન બિનહરીફ ચૂંટાયા:અમદાવાદમાં યોજાયેલી બોર્ડ મિટિંગમાં સર્વાનુમતે પસંદગી, વકીલોમાં ખુશી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment