Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ પ્રજાના પ્રશ્નો રજૂ કર્યા:દરિયાઈ ધોવાણ, રસ્તા અને વીજળી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ

    1 day ago

    વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેક્ટર નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલની હાજરીમાં ધારાસભ્યો રમણભાઈ પાટકર, જીતુભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલે લોકોના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. બેઠકમાં ઉમરગામના દરિયાઈ ધોવાણ, વરસાદી પાણી ભરાવાની સમસ્યા, રસ્તાઓની ખરાબ હાલત અને જન્મ પ્રમાણપત્રોના ઘણા કેસ પેન્ડિંગ હોવા અંગે ચર્ચા થઈ. કલેક્ટરે બાકી રહેલા જન્મ પ્રમાણપત્રોનો એક અઠવાડિયામાં નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. કપરાડાના ધારાસભ્યએ વીજળી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગને લગતી સમસ્યાઓ રજૂ કરી. વલસાડના ધારાસભ્યએ શહેરમાં થયેલા દબાણો હટાવવા અને ભારે વરસાદને કારણે અગરિયાઓના મીઠાના પાકને થયેલા નુકસાનનો સર્વે કરાવવા રજૂઆત કરી હતી. ધરમપુરના ધારાસભ્યએ રાજી રાજબા કન્યાશાળાના હેરિટેજ સંરક્ષણનો મુદ્દો ઉઠાવ્યો. કલેક્ટરે તમામ સંબંધિત અધિકારીઓને લોકોના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા માટે જરૂરી પગલાં લેવાની સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ:સરકારી અધિકારીઓ યોગ્ય જવાબ આપતા નથી: ધારાસભ્યો; વિધવા સહાય બમણી કરી ₹2500 કરવા રજૂઆત
    Next Article
    વલસાડની સર્વોદય હાઈસ્કૂલમાં ‘મારા સપનાનું ભારત’ પર સ્પર્ધા યોજાઈ:વિકસિત ભારત 2047 અંતર્ગત ચિત્ર પ્રદર્શન અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment