Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ:સરકારી અધિકારીઓ યોગ્ય જવાબ આપતા નથી: ધારાસભ્યો; વિધવા સહાય બમણી કરી ₹2500 કરવા રજૂઆત

    1 day ago

    અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં ગેરકાયદે દબાણ, ટ્રાફિક અને જનહિતના વિવિધ મુદ્દાઓ ગાજ્યા હતા. બેઠકમાં પક્ષ-વિપક્ષના ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ પત્રોનો યોગ્ય જવાબ આપતા ન હોવાની કલેક્ટર સમક્ષ હૈયાવરાડ ઠાલવી હતી. આ ઉપરાંત વિધવા સહાય વધારવા અને અકસ્માતમાં મૃત્યુ પામનારાઓને સહાયની રકમ વધારવા સહિતના પ્રશ્નો અંગે પણ ચર્ચા હાથ ધરાઈ હતી. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO), ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ વિવિધ વિસ્તારોના ધારાસભ્યો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન શહેર અને ગ્રામ્ય વિસ્તારના અટકેલા વિકાસકામો અને નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અધિકારીઓના વલણ સામે ધારાસભ્યોની નારાજગી બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના ધારાસભ્યોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, તેઓ વિસ્તારના કામો અંગે સરકારી વિભાગોને કાગળ લખે છે પરંતુ અધિકારીઓ તરફથી કોઈ યોગ્ય કે સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. જનપ્રતિનિધિઓના પત્રો પ્રત્યે અધિકારીઓ ઉદાસીન વલણ દાખવતા હોવાની ફરિયાદ સાથે ધારાસભ્યોએ કલેક્ટર સમક્ષ પોતાની ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સહાયની રકમ વધારવા કોંગ્રેસ ધારાસભ્યની રજૂઆત કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ કોટ વિસ્તારમાં જર્જરિત મકાનો પડવાથી થતાં મોતના કિસ્સામાં સરકારી સહાય વધારવા માંગ કરી હતી. હાલમાં અપાતી ₹4 લાખની સહાયના બદલે ₹10 થી ₹25 લાખની સહાય ચૂકવવા રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત વિધવા મહિલાઓને અપાતી માસિક સહાય ₹1250 થી વધારીને ₹2500 કરવામાં આવે તેવી પણ માંગણી મૂકવામાં આવી હતી. બેઠકમાં માત્ર 50 ટકા ધારાસભ્યો રહ્યા હાજર અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે બે મહિનાના લાંબા અંતરાલ બાદ યોજાયેલી આ મહત્વની બેઠકમાં પણ ધારાસભ્યોની ઓછી હાજરી ચર્ચાનો વિષય બની હતી. શહેર અને જિલ્લાના માંડ 50 ટકા જેટલા ધારાસભ્યો જ આ સંકલન બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જનપ્રશ્નોના ઉકેલ માટેની આવી સમીક્ષા બેઠકમાં પ્રતિનિધિઓની ગેરહાજરી સામે પણ આંતરિક રીતે સવાલો ઊભા થયા હતા. ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયાસ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યોએ મનુસર તળાવની સફાઈ, રોડ રિસરફેસિંગ, ગટર સફાઈ તેમજ નદીમાંથી કાંપ કાઢીને તેને ઊંડી કરવા જેવા પાયાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લાના પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે ગ્રામ્ય DDO વિદેહ ખરેની હાજરીમાં અધિકારીઓ સાથે ચર્ચા કરીને યોગ્ય રસ્તો કાઢવાનો અને બાકી કામો ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના કાલુપુર બ્રિજ પર AMTS બસનો અકસ્માત:2થી 3 ટુ-વ્હીલરને અડફેટે લેતાં 4 લોકો ઇજાગ્રસ્ત, 200 લોકોના ટોળાં વચ્ચે ચાલકની અટકાયત
    Next Article
    વલસાડ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ પ્રજાના પ્રશ્નો રજૂ કર્યા:દરિયાઈ ધોવાણ, રસ્તા અને વીજળી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment